સંસ્થા સમાચાર

Tuesday 24th December 2019 05:01 EST
 

• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LDના સહજાનંદ હોલ ખાતે તેમજ અન્ય BAPS સ્વામીનારાયણ મંદિરખાતેએકતા અને વિશ્વશાંતિ માટે ન્યૂ યર્સ ડે ફેમિલી મહાપૂજાનું તા.૦૧.૦૧.૨૦૨૦ને રવિવારે બપોરે ૪થી ૬ દરમિયાન આયોજન કરાયું છે. સાંજે ૬ વાગ્યાથી મહાપ્રસાદ. સંપર્ક. 020 8965 2651

પૂ. રામબાપાના સાનિધ્યમાંરવિવાર તા ૨૯.૧૨.૨૦૧૯સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સિંધી મંદિર, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે, લંડન NW2 6QDખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર સિંધી મંદિર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

કુરુક્ષેત્ર ગ્રૂપ અને નચ લે ગલ પ્રોજેક્ટના ઉપક્રમે ન્યૂ યર્સ ઈવ કલ્ચરલ પ્રોગ્રામનું ૩૧.૧૨.૧૯ને મંગળવારે સાંજે ૭થી VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સાંજે ૭થી ૮ ડિનર, રાત્રે ૮થી ૯ કોમ્યુનિટી પર્ફોર્મન્સીસ, રાત્રે ૯થી ૧૧.૫૫ ડીજે, રાત્રે ૧૧.૫૫થી ૧૨.૦૫ આરતી અને નવા વર્ષ ૨૦૨૦નું સ્વાગત બાદમાં ચા-નાસ્તો. સૌને પધારવા આમંત્રણ. સંપર્ક. 020 8553 5471

VHP ટેમ્પલ ઈલ્ફર્ડ મેનેજમેન્ટ કમિટી દ્વારા નવા વર્ષ ૨૦૨૦ની ઉજવણી નિમિત્તે ભજનો અને કીર્તનોના કાર્યક્રમનું તા.૦૧.૦૧.૨૦૨૦ને બુધવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન VHP ટેમ્પલ, ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. બાદમાં આરતી અને પ્રસાદની વ્યવસ્થા છે. સૌને પધારવા આમંત્રણ. સંપર્ક. 07552 997 880

પૂ. રામબાપાના સાનિધ્યમાંરવિવાર તા ૦૫.૦૧.૨૦૨૦સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર ધન્નાબેન પગરાણી છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

ફ્રેન્ડ્સ ઓફ ખંભાળિયા દ્વારા શ્રી જલારામ સદાવ્રત દ્વિશતાબ્દી મહોત્સવનું તા.૦૫.૦૧.૨૦૨૦ને રવિવારે સવારે ૧૦થી બપોરે ૧ દરમિયાન શ્રી રામ મંદિર, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07999 552 645/07459 040 752


comments powered by Disqus