ગુજરાત હિન્દુ એસોસિએશન, લેસ્ટર દ્વારા રવિવાર, તા. ૮ ઓગષ્ટના રોજ ડી મોન્ટફોર્ડના ભવ્ય મંચ પર રાસ-ગરબા હરિફાઇનું ભવ્ય આયોજન થયું હતું. આ સંસ્થા દ્વારા દરવર્ષે રાસ-ગરબા હરિફાઇનું આયોજન થાય છે. આ હરિફાઇમાં ગરબા-રાસની કલા-વેશભૂષાનું સ્ટાન્ડર્ડ ખૂબ ઉચું હોય છે. આ વર્ષે યોજાયેલી હરિફાઇમાં દર વર્ષે કરતાં વધુ એન્ટ્રીઓ આવી હતી. જમાં કોન્સોલેશન પ્રાઇઝ: શ્રી માંધાતા હિતવર્ધક સમાજ, લાફબરો. ગરબા હરિફાઇમાં પ્રથમ નંબરે રાધા અને મીરા ગ્રુપ, લેસ્ટર, બીજું ઇનામ શ્રી કૃષ્ણ ટેમ્પલ- બોલ્ટન અને ત્રીજું ઇનામ ઝણકાર ગૃપ- લેસ્ટરે મેળવ્યું હતું. ગરબા પોશાકમાં પહેલું ઇનામ ઝણકાર ગૃપ-લેસ્ટર અને બીજું ઇનામ રાધા અને મીરા ગૃપ લેસ્ટરને મળ્યું. રાસ હરિફાઇમાં પહેલું ઇનામ શ્રી કૃષ્ણ ટેમ્પલ-બોલ્ટન, બીજું ઇનામ સખી મિલન ગરબા ગૃપ- લેસ્ટર અને ત્રીજું ઇનામ રાદા અને મીરા ગૃપ-લેસ્ટરને મળ્યું છે. રાસ પોશાક સ્પર્ધામાં પહેલું ઇનામ શ્રી કૃષ્ણ ટેમ્પલ- બોલ્ટન અને બીજું ઇનામ સખી મિલન ગૃપ-લેસ્ટરને ફાળે ગયું છે.
આ હરિફાઇના મુખ્ય અતિથિ તરીકે ચીમનભાઇ બી. ચાંપાનેરીઆ અને હંસાબેન ચાંપાનેરી હતા. સંસ્થાના પ્રમુખશ્રી મગનભાઇ પી. પટેલના સ્વાગત પ્રવચન બાદ જનરલ સેક્રેટરી મગનભાઇ ડી. પટેલના સફળ સંચાલનથી હરિફાઇની શરૂઆત થઇ હતી.