નેશનલ ફેડરેશન ઓફ રીટેલ ન્યુઝ એજન્ટ્સ દ્વારા આયોજિત બારબેક્યુ

Wednesday 25th September 2019 06:43 EDT
 
 

નેશનલ ફેડરેશન ઓફ રીટેલ ન્યુઝ એજન્ટ્સ-લંડન ડિસ્ટ્રીક્ટ દ્વારા તા. ૨૫ ઓગષ્ટના રોજ ગ્રીનફર્ડના પોસ્ટ ઓફિસ સ્પોર્ટસ કલબના ગ્રાઉન્ડમાં બાર્બેક્યુ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦થી વધુ સંસ્થાના સભ્યો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. બર્કશાયર વિસ્તારમાં થયેલા ફ્રેશ સ્વીટ કોર્ન અને વેજ-નોનવેજ, ગરમાગરમ ખીચડી-છાશ અને આઇસ્ક્રીમની લહેજત સૌએ માણી આયોજન કરનાર નેશનલ ફેડરેશન ઓફ રીટેલ ન્યુઝ એજન્ટ્સના પ્રમુખનો આભાર વ્યકત કર્યો હતો.


comments powered by Disqus