ફોર્ચ્યુનની યાદીમાં અનુષ્કા શર્માઃ ભારતની શક્તિશાળી મહિલા

Saturday 28th September 2019 07:18 EDT
 
 

ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા વર્ષ ૨૦૧૯ માટે જાહેર થયેલી સૌથી શક્તિ ૫૦ મહિલાની યાદીમાં અભિનેત્રી અનુષ્કા શર્માનો પણ સમાવેશ થાય છે. ૩૧ વર્ષની આ અભિનેત્રી તે યાદીમાં સ્થાન પામેલી સૌથી નાની વયની યુવતી છે. અનુષ્કાને ૩૯મો રેન્ક મળ્યો છે. ફોર્ચ્યુન દ્વારા આમ તો બિઝનેસ ક્ષેત્રે મોટું પ્રદાન કરી ચૂકેલી શક્તિશાળી મહિલાની યાદી જાહેર કરે છે. અભિનેત્રી અનુષ્કા શર્મા અભિનેત્રી હોવા ઉપરાંત ક્લોથિંગ લાઇન ‘નુશ’ની માલિક છે. તે કેટલીક અન્ય માલિકીની બ્રાન્ડ પણ ધરાવે છે. ફોર્ચ્યુન મેગેઝિને અનુષ્કાની બ્રાન્ડ્સની નોંધ લેવા ઉપરાંત તેની લો બજેટ હિંદી ફિલ્મ ‘એનએચ-૧૦’, ‘ફિલ્લૌરી’ અને ‘પરી’ની પણ નોંધ લીધી છે. બોલિવૂડ અભિનેતા અને નિર્માતા કમાલ આર ખાને અનુષ્કા શર્માને શક્તિશાળી મહિલાની યાદીમાં સ્થાન મળતાં ટ્વિટ કરીને કટાક્ષ કરીને લખ્યું છે કે, હું પણ અમેરિકાનો પ્રમુખ છું? કમાલ આર ખાને કરેલી ટ્વિટ પર યૂઝર્સ મોટાપાયે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનુષ્કા શર્મા વિશે કમાલે લખ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં ભારતની શક્તિશાળી મહિલાઓની યાદીમાં બોલિવૂડની એકમાત્ર અભિનેત્રી છે. જો અનુષ્કા ભારતની સૌથી શક્તિશાળી મહિલા છે તો હું શું અમેરિકાનો પ્રમુખ છું? તેમની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ. ઉલ્લેખનીય છે કે કમાલ સોશિયલ મીડિયા પર કારણ વિના બેફામ નિવેદનો માટે લખવા જાણીતા છે.


comments powered by Disqus