૧૪ સપ્ટેમ્બરને શનિવારે વિધાનશો ફોરમ,માન્ચેસ્ટર ખાતે યોજાયેલી વાર્ષિક રાસ ગરબા સ્પર્ધામાં ગુજરાત હિંદુ સોસાયટીએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઓલ્ડહામ, એશ્ટન યુ લેન, પ્રેસ્ટન, બ્રેડફર્ડ અને બ્લેકબર્નની ટીમોએ પણ ભાગ લીધો હતો. ૬૦૦થી વધુ લોકો આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ્ટને એક ગરબાની અને એક રાસની એમ મળીને બે ટીમ સ્પર્ધામાં ઉતારી હતી. યુવક-યુવતીઓએ સ્પર્ધામાં ભાગ લઈને ગરબા તેમજ રાસ બન્નેમાં તેમની કળાનું કૌશલ્ય દર્શાવ્યું હતું.
ગુજરાત હિંદુ સોસાયટીની ગરબા ટીમ ગરબામાં વિજેતા બની હતી જ્યારે રાસમાં રનર્સ અપ રહી હતી. બેસ્ટ કોસ્ચ્યુમ્સની કેટેગરીમાં પણ ટીમ વિજેતા બની હતી.