હોરર ફિલ્મોના સરતાજ શ્યામ રામસેનું નિધન

Friday 27th September 2019 07:19 EDT
 
 

હોરર અને હોન્ટેડ ફિલ્મોની નિર્માતા કંપની ‘રામસે બ્રધર્સ’ના શ્યામ રામસેનું ૧૮મીએ મુંબઈમાં નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષના હતા. શ્યામ રામસેના ભત્રીજા અમિત રામસેએ આ સમાચાર મીડિયાને આપ્યા હતા. ન્યુમોનિયાના કારણે શ્યામ રામસે બીમાર હતા અને સવારે પાંચ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
‘રામસે બ્રધર્સ’ની ફિલ્મ ‘વીરાણા’ અને ‘તીખાના’ બનાવનારામાં એક શ્યામ રામસે પણ હતા. શ્યામ રામસે ભારતના ભાગલા પછી પિતા ફતેહચંદ રામસિંઘ પરિવાર સાથે કરાચીથી મુંબઇ આવીને વસ્યા હતા. શ્યામ રામસેના પરિવારમાં તેમની પુત્રીઓ શાશા અને નમ્રતા છે. રામસે ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ઓછા બજેટની હોરર ફિલ્મો બનાવી હતી જેણે બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. માનવામાં આવે છે કે આ હોરર ફિલ્મો પાછળનો અસલી વિચાર શ્યામ રામસેનો હતો. તેમણે ‘દરવાજા’, ‘પુરાના મંદિર’, ‘વીરાણા’ અને ટેલિવિઝન ક્ષેત્રે ‘ધ ઝી હોરર શો’નું દિગ્દર્શન કર્યું હતું.


comments powered by Disqus