અતિ મોંઘા પાકિટ માટે ચર્ચામાં છે આલિયા ભટ્ટ

Friday 28th June 2019 07:24 EDT
 
 

વારાણસીથી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ શિડ્યુલમાંથી મુંબઈ આવેલી આલિયા ભટ્ટ કરતાં પણ તેના પોર્ટેબલ પાકિટ પર લોકોની વધુ નજર હતી. એનું કારણ એ છે કે તેના હાથમાં મોંઘીદાટ રૂ. ૧.૬૭ લાખની બેગ હતી. આ પછી આલિયાના કેટલાક ફેન્સે આલિયાના ફેશન કા જલવાને વખાણ્યો હતો તો કેટલાકે તેની મજાક પણ ઉડાવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા, રણબીર કપૂર, કરણ જોહર, દીપિકા પદુકોણ, કંગના રણૌત જેવા સ્ટાર્સ મોંઘી પ્રખ્યાત બ્રાન્ડની ચીજોના કલેક્શન માટે ઘણા ચર્ચામાં રહેતા હોય છે. 


comments powered by Disqus