અમેરિકામાં ૧૦૨ વર્ષના ઈતિહાસમાં લોરા યેગર ભૂમિદળની પ્રથમ મહિલા સુકાની

Wednesday 26th June 2019 07:10 EDT
 
 

વર્ષ ૧૯૧૭માં સ્થાપિત કેલિફોર્નિયાના લોસ અલમિતોસના જોઇન્ટ ફોર્સેજ ટ્રેનિંગ બેઝના ૪૦મા ભૂમિદળ ડિવિઝનનું અત્યાર સુધી પુરુષ જ નેતૃત્વ કરતા હતા. હવે પહેલી વખત આ પદ માટે મહિલા લોરા યેગરને ભૂમિદળનું નેતૃત્વ સોંપાયું છે. આ ડિવિઝનના સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, કોરિયા યુદ્ધ અને હાલમાં જ અફઘાનિસ્તામાં લડાઈ લડી હતી. જનરલ લોરા ૨૯ જૂનના રોજ સેનાની કમાન સંભાળશે. લોરા ૨૦૧૧માં ઇરાકમાં પણ તહેનાત હતી અને બટાલિયન અને બ્રિગેડ કમાન્ડરના પદ પર પણ ફરજ બજાવી હતી. લોરાને ૨૦૧૬માં બ્રિગેડિયર જનરલના પદ પર પ્રમોટ કરવામાં આવી હતી.
લોરા યેગરે ૧૯૮૬માં સેનામાં કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારે તેણે સૈન્ય હેલિકોપ્ટર પ્રશિક્ષણ પૂરું કર્યું હતું. ઇરાક યુદ્ધ દરમિયાન તે યુએચ-૬૦, બ્લેક હોક, હેલિકોપ્ટર ઉડાવી ચૂકી છે. તેણે અત્યાર સુધીમાં ૧૫૦૦ કલાકથી વધુ સમયની ઉડાન ભરી છે.


comments powered by Disqus