સ્ટાર રેસલર લેસનરે રણવીર સિંહને નોટિસ પાઠવી?

Sunday 30th June 2019 07:23 EDT
 
 

‘ગલીબોય’ રણવીર સિંહને સુપરસ્ટાર રેસલર બ્રોક લેસનર કાનૂની નોટિસ પાઠવી હોવાની ચર્ચા છે. રેસલરના વકીલ પોલ હેમને રણવીરને નોટિસ પાઠવી હોવાનો દાવો કર્યો છે. ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચમાં હાર્દિક પંડયા સાથે ફોટો શેર કરતી વખતે રણવીરે બ્રોક લેસનરના શબ્દોનો ઉપયોગ કર્યો હોવાથી આ નોટિસ ફટકારાયાનું કહેવાય છે. રણવીરે સોશિયલ મીડિયા પર હાર્દિક પંડયા સાથેની તસવીર મૂકીને ઈટ. સ્લિપ. ડોમિનેટ અને રિપીટઃ ધ નેમ ઇઝ હાર્દિક. હાર્દિક પંડયા. લખ્યું હતું. જાણવા મળ્યું હતું કે, આ પોસ્ટ પર રેસલર બ્રોક લેસનરના વકીલ પોલ હેમને ટિપ્પણી કરી હતી અને કોપીરાઇટના ઉલ્લંઘનનો આરોપ મૂકીને કેસ કરવાની ધમકી આપી હતી.
પોલે રણવીરના ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું હતું કે, શું તું મજાક કરી રહ્યો છે? આ શબ્દપ્રયોગ ઇટ સ્લિપ કોન્કર અને રિપીટ છે. રેસલર બ્રોક લેન્સરનો આ મશહુર ડાયલોગ છે. આ આખી ઘટનામાં રણવીર તરફથી કોઇ ખુલાસો કે સ્પષ્ટતા કરાઈ નથી.
જોકે રણવીરની તરફેણ કરનારાઓનું માનવું છે કે, રણવીરે આ ડાયલોગ ક્યાંક સાંભળ્યો હશે. તેણે રેસલરને નારાજ કરવાના ઇરાદાથી આ ડાયલોગનો ઉપયોગ નહીં કર્યો હોય.


comments powered by Disqus