ભારતીય સિનેમાની સફળ ફિલ્મ સિરીઝમાંથી એક ‘બાહુબલી’નો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે. ફિલ્મના ત્રીજાનું નામ ‘બાહુબલી: બિફોર ધ બિગનિંગ’ રખાયું છે. વેબ પ્લેટફોર્મ પર ઘણા પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. આ પ્રયોગમાં હવે ‘બાહુબલી’ શ્રેણી પણ સામેલ થવા જઈ રહી હોવાના અહેવાલ છે. ‘બાહુબલી’ સિરીઝની ત્રીજી ફિલ્મનો મહત્વનો હિસ્સો રહેશે અનૂપ સોની. લગભગ ૮ વર્ષો સુધી ‘ક્રાઈમ પેટ્રોલ’ને હોસ્ટ કરી રહેલા અનૂપ સોની હવે અલગ પ્રકારના પાત્ર ભજવવા ઈચ્છે છે. આ કારણ છે કે વેબના પ્લેટફોર્મ પર પગલુ રાખ્યું છે. આ શો વિશે જણાવતા તેઓ કહે છે કે આ સિરીઝ નેટફ્લિક્સ પર આવશે અને તે ‘બાહુબલી’ ફિલ્મના બીજા ભાગની પણ પ્રિક્વલ હશે. આ સ્ટોરી પચાસ વર્ષ પાછળ જશે.

