ભગવાન શ્રી સ્વામિનારાયણ અને આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી લંડનના પીનરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર (વડતાલ ધામ)માં શ્રી વચનામૃત જયંતી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગિજીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ૩જી ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ સુધી કથા પારાયણ અને ૧૦ તથા ૧૧ ઓગસ્ટે સત્સંગ શિબિર રાખેલ છે. કથાના વક્તા પદે શ્રી પૂર્ણસ્વરૂપ સ્વામી તેમની આગવી શૈલીમાં કથાનું પાન કરાવશે. આ મહોત્સવમાં વડતાલથી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ ધર્મકુળ સહિત પધારી બધા દિવસ મહોત્સવમાં આશીર્વચનનો સર્વે હરિભક્તોને લાભ આપશે. તેમના નેતૃત્વમાં મંદિરમાં બે દિવસની સત્સંગ શિબિરનું આયોજન કરાયું છે. કથા સમય પછી દરરોજ મહાપ્રસાદનો લાભ મળશે.
આ કથા દરમિયાન શ્રી ઘનશ્યામ જન્મોત્સવ, પટ્ટાભિષેક, રાસોત્સવ, અન્નકૂટ ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે.
કથા સ્થળઃ શ્રી સ્વામીનારાયણ હિંદુ મંદિર, બ્રાઈડલ રોડ, પીનર, લંડન HA5 2SH. સંપર્ક. ઘનશ્યામભાઈ પટેલ 020 3972 2274

