સંસ્થા સમાચાર

Wednesday 31st July 2019 06:22 EDT
 

VYO UK દ્વારા પૂ. વ્રજકુમારજી મહોદયશ્રીની નિશ્રામાં શ્રી યમુનાજી લોટી ઉત્સવનું તા.૧૦.૮.૨૦૧૯ને શનિવારે બપોરે ૩ વાગે પાટીદાર સમાજ બિલ્ડીંગ, ૨૬બી, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દેવયાનીબેન પટેલ 07929 165 395

VYO UK અને શ્રી જીજી પરિવાર દ્વારા ઈન્દિરાબેટીજીના ૮૦મા જન્મદિનની ઉજવણીનું પૂ.વ્રજકુમારજી મહોદયશ્રીની ઉપસ્થિતિમાં તા.૧૧.૮.૧૯ને રવિવારે બપોરે ૨થી ૬ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. એકાદશી પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. નીતાબેન મજીઠિયા 07909 846 860, મધુબેન સોમાણી 07740 189 084

ગીતા ફાઉન્ડેશન (યુકે) દ્વારા ડો, સર્વેશ વોરાના ગીતા પ્રવચનોનું તા.૧૦.૮.૧૯ સાંજે ૬થી૮ અને તા.૧૧.૮.૧૯ સાંજે ૪થી ૧૦ દરમિયાન હેરો સિવિક સેન્ટર, હેરો HA1 2XY ખાતે આયોજન કરાયું છે. તેમની સાથે મુંબઈના ગાયિકા રેખા ત્રિવેદી અને શ્રીમતી કીર્તિદા દેસાઈ ગીત – સંગીતની રમઝટ બોલાવશે. કાર્યક્રમ દરમિયાન પ્રસાદ-ભોજનની વ્યવસ્થા છે. સંપર્ક. શરદ પરીખ 07734 915 211

પુષ્ટિ પરિવાર યુકે દ્વારા પ્રથમ વખત પૂ. યદુનાથજી મહોદયશ્રી (કડી-અમદાવાદ)ની વાણીમાં અષ્ટ સખા ચરિત્રામૃતનું શનિવાર તા.૧૭.૮.૧૯થી શુક્રવાર તા.૨૩.૮.૧૯ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો, HA3 9TE ખાતે આયોજન કરાયું છે. કથા દરમિયાન ષટ ઋતુ મનોરથની ઉજવણી કરવામાં આવશે. આસ્થા ચેનલ પર તા.૧૭થી તા.૨૩ રાત્રે ૯.૩૦થી કથાનું વિશેષ પ્રસારણ કરવામાં આવશે. સંપર્ક. ભાવનાબેન લાખાણી 07715 315 891

છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા સમર પીકનીકનું તા.૪.૮.૧૯ને રવિવારે બપોરે ૨ વાગ્યાથી બ્લૂરૂમ સ્પોર્ટ્સ વેન્યુ, ૨૨૦ હેડસ્ટોન લેન, હેરો HA2 6LY ખાતે આયોજન કરાયું છે. આવો અને ભારતના આઝાદ દિનની ઉજવણી કરો. સંપર્ક. નિરૂપાબેન 07804 492 967

શ્રી એડન દેપાળા મિત્રમંડળ યુકે ૬૭A ચર્ચ લૈન લંડન N2 8DR ખાતે શ્રાવણમાસના દર સોમવારે તા. ૫, ૧૨, ૧૯, ને ૨૬ ઓગસ્ટ, ૨૦૧૯ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૦ દરમિયાન ભજનનું આયોજન કરાયું છે. સર્વે ભજનપ્રેમીને ભાવભીનુ આમંત્રણ. સંપર્ક કનૈયાલાલ 07534 048 969

આર્ષ વિદ્યામંદિર દ્વારા પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના ‘ભક્તિ સે શાંતિ કી યાત્રા’ વિષય પર પ્રવચનનું તા.૧૨.૦૮.૨૦૧૯ સાંજે ૬.૩૦થી ૭.૪૫ દરમિયાન સંગત સેન્ટર, ૨૮, સાન્ક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS ખાતે આયોજન કરાયું છે. ડિનરની વ્યવસ્થા છે.

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૦૪.૦૮.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના મહાયજ્ઞનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર મોરાબેન કેવલાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૦૩.૦૮.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૦૪.૦૮.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના ઓગસ્ટ -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૬સાંજે ૬.૩૦ – ‘એન્વિરોન્મેન્ટલ એન્ડ વેદીક સનાતન ધર્મ ટ્રેડિશન’ પર પેનલ ડિસ્કશન – તા.૭ સાંજે ૬.૩૦ ‘અલ્ફાઝ ઔર આવાઝ’ ગઝલ અને કવિતા - તા.૮ સાંજે ૬.૩૦ રાધા ભાટિયાના પુસ્તકનું વિમોચન. સંપર્ક. 020 7491 3567

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના ઓગસ્ટ – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૪ સાંજે ૬ લાલગૂડી કૃષ્ણનનું વાયોલિન વાદન – તા.૭ સાંજે ૬.૩૦ ભારતના સ્વાતંત્ર્યદિનની ઉજવણી. સંપર્ક. 020 7381 3086


comments powered by Disqus