‘મહોબ્બતેં’ અને ‘ધૂમ ૩’ જેવી ફિલ્મોમાં કામ કરનાર ઉદય ચોપરા લાંબા સમયથી મોટા પડદેથી ગાયબ છે. થોડા સમય પહેલા તેની સોશિયલ મીડિયા પર તસવીરો જોવા મળી હતી જેમાં તેનું વજન ઘણું વધેલું દેખાતું હતું.
યશરાજ ફિલ્મ્સના સ્વ. યશ ચોપરાના નાના પુત્ર અને ટોચના ફિલ્મમેકર આદિત્ય ચોપરાના ભાઇ ઉદય ચોપરા, નિષ્ફળતાને કારણે માનસિક તાણનો ભોગ હોય તેવું તેનું ટ્વિટ દર્શાવતું હતું. ઉદયે ટ્વિટ કર્યું હતું કે, મેં મારું ટ્વિટર અકાઉન્ટ થોડા કલાકો માટે ડી-એકટિવેટ કરી નાખ્યું છે. મને લાગે છે કે હું મરી જઇશ. મને લાગે છે કે, આત્મહત્યા સારો વિકલ્પ છે. હું કબૂલું છું કે હું ઠીક નથી. હું હજી સુધી (કામ મેળવવા) કોશિશ કરું છું, પરંતુ નિષ્ફળ રહ્યો છું. જોકે ઉદયે પછીથી બંને ટ્વિટસ ડિલિટ કરી નાંખી હતી અને આ આખી વાતને મજાકમાં ખપાવી હતી. ઉદય છેલ્લે વર્ષ ૨૦૧૩માં ‘ધૂમ ૩’માં નજરે દેખાયો હતો.
આ પહેલા ઓગસ્ટ ૨૦૧૮માં પણ તેણે આવું જ એક ટ્વિટ કર્યું હતું. જ્યારે તેણે લોકોને માનસિક બીમારી માટે સલાહ આપી હતી.

