ફેક્ટરી વર્કર ૭૧ મિલિયન પાઉન્ડનો જેકપોટ જીત્યા

Wednesday 27th March 2019 06:06 EDT
 
 

બ્રિટનના ૫૮ વર્ષીય ફેક્ટરી કામદાર એડ ગુડચાઈલ્ડ સૌથી મોટા લોટરી વિજેતાઓ પૈકી એક બન્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમને ૭૧ મિલિયન પાઉન્ડનું જે ઈનામ લાગ્યું છે તે તેમના જીવનમાં પરિવર્તન લાવશે. હરફર્ડના ગુડચાઈલ્ડ ગઈ ૨૨ માર્ચે યુરોમિલિયન્સ જેકપોટ જીત્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ જીતથી તેમનું જીવન નહીં બદલાય એવો દેખાવ તેઓ કરવા માગતા નથી. તેઓ છેલ્લાં ૨૪ વર્ષથી જ્યાં કામ કરે છે તે મેટલ ફેક્ટરીની નોકરી છોડવા માગે છે. તેઓ સૌથી સમૃદ્ધ જીવન જીવતા એકાકી વ્યક્તિ છે. જોકે, તેમની રોમાન્ટિક લાઈફને કોઈ અસર થશે તે બાબતે તેઓ સંમત નથી. તેમણે જણાવ્યું હતું,‘ હું રાતોરાત આકર્ષક બની ગયો નથી. માત્ર મારું વોલેટ આકર્ષક બન્યું છે.

વોર્ક્સમાં ગ્રેટ માલવર્નની એક હોટલમાં આ જીતની ઉજવણી કરતાં શેમ્પેઈન પીતાં ગુડચાઈલ્ડે જણાવ્યું હતું કે હું એવા વિજેતાઓમાંનો એક નથી કે જે એમ કહે કે આ જીતથી મારી જીંદગી બદલાશે નહીં. હવે મારા માટે કોઈ શિફ્ટ વર્ક નહીં હોય. હું પ્રવાસ કરવા માગું છું, મારા માટે એક નવું સુંદર મકાન ખરીદવા માગું છું. ટોપ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ જોવા અને બીજી ઘણી પ્રવૃત્તિઓ કરવા માગું છું.


comments powered by Disqus