૬૪મા ફિલ્મફેર એવોર્ડ્ઝનો શાનદાર સમારોહ તાજેતરમાં મુંબઈમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રણબીર કપૂરને ફિલ્મ ‘સંજુ’ માટે આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આલિયા ભટ્ટને ફિલ્મ ‘રાઝી’ માટે અપાયો હતો. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સ્વીકારતી વખતે આલિયાએ ફિલ્મનાં દિગ્દર્શિકા મેઘના ગુલઝારનો અને ફિલ્મમાં સહકલાકાર વિકી કૌશલનો આભાર માન્યો હતો. કરણ જોહરને તેણે પોતાના એક્ટિંગ ગુરુ કહ્યા હતા. આલિયાએ એવોર્ડ સ્વીકારતી વખતે રણબીર કપૂરને પોતાનો ‘સ્પેશિયલ વન’ ગણાવતાં ‘આઈ લવ યુ’ કહીને કિસ કરી હતી. આલિયાને જે ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો એ ફિલ્મ ‘રાઝી’એ બેસ્ટ ડિરેક્ટર (મેઘના ગુલઝાર), શ્રેષ્ઠ ગીત (ગુલઝાર – ‘એ વતન’) અને શ્રેષ્ઠ ગાયક (અરિજીત સિંહ – ‘એ વતન’) એવોર્ડ પણ જીત્યા છે. બેસ્ટ એક્ટર ફોર ક્રિટીક્સ એવોર્ડ ‘પદ્માવત’ ફિલ્મમાં ખિલજીની ભૂમિકા માટે રણવીર સિંહને આપવામાં આવ્યો હતો. એણે આ એવોર્ડ એનાં નાનીને અર્પણ કર્યો હતો.
ફિલ્મફેર એવોર્ડ્સ
• બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર) – રાઝી
• બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) – અંધાધૂન
• બેસ્ટ એક્ટ્રેસ (પોપ્યુલર) – આલિયા ભટ્ટ (રાઝી)
• બેસ્ટ એક્ટર (પોપ્યુલર) – રણબીર કપૂર (સંજુ)
• બેસ્ટ ડિરેક્ટર – મેઘના ગુલઝાર (રાઝી)
• બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) – નીના ગુપ્તા (બધાઈ હો)
• બેસ્ટ એક્ટર (ક્રિટીક્સ) – રણવીર સિંહ (પદ્માવત)
• બેસ્ટ સ્ટોરી - અનુભવ સિંહા (મુલ્ક)
• લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ શ્રીદેવી (મરણોપરાંત)
• લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ હેમા માલિની
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – વિકી કૌશલ (સંજુ) અને ગજરાજ રાવ (બધાઈ હો)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – સુરેખા સિકરી (બધાઈ હો)
• બેસ્ટ ડેબ્યુ એક્ટર – ઈશાન ખટ્ટર (બિયોન્ડ ધ ક્લાઉડ્સ)
• બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ – સારા અલી ખાન (કેદારનાથ)
• બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર – અમર કૌશિક (સ્ત્રી)
• બેસ્ટ મ્યુઝિક આલબમ – સંજય લીલા ભણશાલી (પદ્માવત)
• બેસ્ટ ગીતકાર – ગુલઝાર (એ વતન – રાઝી ફિલ્મ)
• બેસ્ટ ગાયક – અરિજીત સિંહ (એ વતન – રાઝી ફિલ્મ)
• બેસ્ટ ગાયિકા – શ્રેયા ઘોષાલ ( ઘુમર – પદ્માવત ફિલ્મ)

