લંડનઃ યુકેમાં આવતા મહિને યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કન્ઝર્વેટિવ પાર્ટીએ ગુજરાતમાં જન્મેલા તમકીન શેખની બાર્કિંગ બેઠકના પોતાના ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. તેમનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો હતો. શેખે ટ્વિટમાં જણાવ્યું હતું,‘ બાર્કિંગ માટે કન્ઝર્વેટિવના ઉમેદવાર તરીકે પસંદગી થવાથી ખૂબ ખુશ છું. હવે સખત પરીશ્રમ શરૂ થશે!
૧૪ વર્ષ અગાઉ તમકીન શેખ યુકે આવ્યા તે પહેલા તેમણે ભારતમાં જ અભ્યાસ કર્યો હતો અને પત્રકાર તરીકે કામ કર્યું હતું. હાલ તેઓ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરે છે અને તેમને બે બાળકો છે. મૂળ ભારતીય ઉમેદાવાર શેખે જણાવ્યું હતું કે તેમના પક્ષનવો હેતુ બિઝનેસ અને ઈનોવેશન માટે નવી તકો ઉભી કરવાનો છે.

