રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ, વેલ્સ દ્રારા ડો. હસમુખ શાહનું સન્માન

Wednesday 27th November 2019 05:15 EST
 
 

૧૪ નવેમ્બરને ગુરુવારે કાર્ડિફમાં એક્સચેન્જ હોટલ ખાતે યોજાયેલા ગાલા એવોર્ડ્સ ૨૦૧૯માં મૂળ ગુજરાતી અને સાઉથ વેલ્સના અગ્રણી GPડો. હસમુખ શાહને રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ (RCGP) વેલ્સ દ્રારા ‘મેમ્બરશીપ અંડર ઓર્ડિનન્સ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ અસાધારણ બહુમાન પ્રાપ્ત કરવા બદલ રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ, યુકેના પ્રેસિડેન્ટ પ્રો. મયૂર લાખાણી CBE, હેલ્થ મિનિસ્ટર ઓફ વેલ્સ વોન ગેથીંગ AM અને તેમના સાથી GPs એ ડો. શાહને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર વેલ્સના ૨,૦૦૦ જનરલ પ્રેક્ટિશનર્સનું પ્રતિનિધિત્વ કરતી RCGP પ્રાઈમરી કેરના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનારા ડોક્ટરોનું એવોર્ડ દ્વારા સન્માન કરે છે. અગાઉ, ૨૦૧૮માં ડો. શાહને ક્વિનના બર્થ ડે ઓનર્સ લિસ્ટમાં ક્વિને તેમને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી સન્માનિત કર્યા હતા. તેઓ વેલ્સમાં બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ડોક્ટર્સના સેક્રેટરી પણ છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં ડો. હસમુખ શાહને ૧૮મા એશિયન એચિવર્સ એવોર્ડ સમારોહમાં ગ્રોવનર હોટલ ખાતે એશિયન વોઈસ દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.


comments powered by Disqus