BAPS મંદિર, લંડનનો ૨૪મો પાટોત્સવ ઉજવાશે

Wednesday 28th August 2019 06:38 EDT
 
 

પૂ. યોગીજી મહારાજે ૧૯૭૦માં કરેલી ભવિષ્યવાણી ૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ વાસ્તવિકતામાં પરિણમી હતી. પૂ. પ્રમુખ સ્વામીની પ્રેરણા, આશીર્વાદ અને પરિશ્રમ તથા યુકે સત્સંગ મંડળના સમર્પણ અને ભક્તિભાવથી બીએપીએસ સ્વામીનારાયણ મંદિરલંડનની સ્થાપના થઈ. BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે પૂ. ડોક્ટર સ્વામી અને પૂ. ઈશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં તા.૩૧.૮.૧૯ને શનિવારે લંડન મંદિરના ૨૪મા પાટોત્સવ તેમજ લંડન મંદિરની ૨૫મી વાર્ષિક ઉજવણી નિમિત્તે LM25 લોંચ સભાનું આયોજન કરાયું છે. જેમાં સવારે ૬ વાગે મંગળા આરતી, સવારે ૭.૩૦ શણગાર આરતી, સવારે ૭.૪૫થી ૧૧ પાટોત્સવ અભિષેક વિધિ, ૧૧.૦૦ અન્નકૂટ થાળ અને સવારે ૧૧.૪૫ રાજભોગ આરતી થશે. સાંજે ૫.૪૫થી ૮ દરમિયાન સહજાનંદ હોલમાં લોંચ સભા યોજાશે. સાંજે ૮થી મહાપ્રસાદની વ્યવસ્થા છે. મંદિર દર્શન સાંજે ૫.૪૫થી બંધ રહેશે. સંપર્ક. 020 8965 2651


comments powered by Disqus