હેરો ખાતે વૈષ્ણવ સંઘ ઓફ યુકે. દ્વારા રોસલીન ક્રેસન્ટ પર સાકાર થયેલ શ્રીનાથધામ નેશનલ હેવલી એન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં તા.૩૦ ઓગષ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી ભવ્ય પાટોત્સવ-મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવાચાર્યશ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી તથા શ્રીનાથધામના અધ્યક્ષ-સંસ્થાપક વૈષ્ણવાચાર્યશ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ)ના સાન્નિધ્યમાં શ્રીનાથધામ પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાશે. શુક્રવાર, ૩૦ ઓગષ્ટે સાંજે ૬ થી ૭.૩૦ દરમિયાન જેજેશ્રીની અધ્યક્ષતામાં ધર્મસભા યોજાશે, ત્યારબાદ રોજ સાંજે ૫.૩૦ થી ૭.૩૦ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા છે જેમાં ૧લી સપ્ટેમ્બર રવિવારે સવારે ૯.૦૦ વાગ્યે હેરો સિવિક સેન્ટરથી શોભાયાત્રા નીકળશે જેમાં સૌ બહેનો લાલ ચૂંદડી અથવા સાડી ધારણ કરશે. એ પછી સોમવાર, તા.૨ સપ્ટે. પલના- નંદમહોત્સવ, મંગળવાર, ૩જી સપ્ટે. વિવાહ ખેલ મનોરથ, બુધવાર, ૪ સપ્ટે. ગિરિકંદરા મનોરથ, ગુરૂવાર ૫ સપ્ટે. બગીચા મનોરથ, શુક્રવાર, ૬ સપ્ટે. કેસરી ઘટામાં પલના, શનિવાર, ૭ સપ્ટે. ફૂલફાગ મનોરથ, રવિવાર ૮ સપ્ટે. મહાદાન મનોરથ રાખવામાં આવ્યો છે. સૌ વૈષ્ણવોને આ પાટોત્સવમાં વૈષ્ણવ સંઘ યુકે. દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

