• સોજીત્રા સમાજ યુકે દ્વારા ૪૭મા વાર્ષિક સ્નેહ સંમેલનનું તા.૦૧.૦૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૩થી રાત્રે ૯ દરમિયાન મનોરંજન કાર્યક્રમ, રેફલ, સંગીત મહેફિલ અને પ્રીતિ ભોજન સાથે સ્વામીનારાયણ સ્કૂલ, ૨૬૦, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8HE ખાતે આયોજન કરાયું છે. સોજીત્રા ગામની પરિણિત બહેન-દીકરીઓને સહકુટુંબ પધારવા હાર્દિક આમંત્રણ છે. સંપર્ક. પ્રિયેશ પટેલ 07944 837 147
• શ્રી સોરઠીયા વણિક યુ.કે. (SSVA,UK) દ્વારા તા.૦૮.૦૯.૧૯ને રવિવારે સવારે ૧૦.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન સામુદ્રી માતાજીના પાટોત્સવનું કેનન્સ હાઈ સ્કૂલ, એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. દિવસ દરમિયાન હવન પુજા, આરતી, મહા પ્રસાદ, રાસ ગરબા, ગેટ ટુગેધર રખાયા છે. સંપર્ક. સુધાબેન માંડવીયા 07956 815 101
• ગડા પાટીદાર સમાજ યુરોપ દ્વારા ગડા દિવાળી પાર્ટી ૨૦૧૯નું તા.૭.૯.૨૦૧૯ને શનિવારે બપોરે ૪ વાગ્યાથી ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, મીડલસેક્સ HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અજય પટેલ 07939 235 458
• VHPઈલ્ફર્ડ હિંદુ સેન્ટર દ્વારા શ્રી ગણેશ વિસર્જનનું તા.૮.૯.૨૦૧૯ને રવિવારે રામ્સગેટ સેન્ડી બીચ ખાતે આયોજન કરાયું છે. કોચ સવારે ૧૦ વાગે VHPઈલ્ફર્ડ મંદિરેથી ઉપડશે. સંપર્ક. વિજય ખેતરપાલ 07425 181 695
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૦૧.૦૯.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર ગુલભાઈ અને કવિતાબેન ચેન્નાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શુક્રવાર તા.૩૦.૦૮.૧૯ સાંજે ૫ વાગે સમૂહ મહારુદ્રાભિષેક - શનિવાર તા.૩૧.૦૮.૧૯ બપોરનીઆરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા.૧.૯.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના સપ્ટેમ્બર – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૭ સાંજે ૬ વાગે મહાલય- એન્યુઅલ બેંગાલ મ્યુઝિક સેલીબ્રેશન – તા.૮ સાંજે ૬ વાગે સંગીત નૃત્ય નાટક ‘સરસ્વતી - ફરગોટન ડોટર ઓફ તાનસેન’ સંપર્ક. 020 7381 3086
• સંજય ગોરડિયા પ્રોડક્શન્સ પ્રસ્તુત કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયા નિર્મિત વિનોદ સાવરીયા લિખિત તથા સંજય ગોરડિયા અભિનિત કોમેડી નાટક ‘સુંદર બે બાયડીવાળો’ના સપ્ટેમ્બર – ૨૦૧૯ના શો – તા.૧ રવિવાર બપોરે ૨.૩૦ અને રાત્રે ૮ વિન્સટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ સંપર્ક. હેમાબેન 07967 751 122 અને સંપર્ક. સીમાબેન 07932 007 90 – તા.૬ શુક્રવાર રાત્રે ૮ વિન્સટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ સંપર્ક. ચંદાબેન 07878 475 43 – તા.૭ શનિવાર સાંજે ૭.૩૦ પ્રગતિ મંડળ હોલ બર્મિંગહામ B11 1JP સંપર્ક. સુભાષ પટેલ 07962 351 170
