હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

Wednesday 28th August 2019 06:31 EDT
 
 

હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ૧૭ ઓગસ્ટને શનિવારે ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. બ્રેન્ટના કાઉન્સિલર્સ, હેરોના મેયર કાઉન્સિલર નીતિન પારેખ અને અન્ય અતિથિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ સાથે સંકળાયેલી સંસ્થાઓના બાળકો અને યુવક-યુવતીઓએ ભારત પર આધારિત વિવિધ કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. અંદાજે ૪૦૦ લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અંતે બન્ને દેશોના રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.


    comments powered by Disqus