હેલ્થ ટિપ્સઃ સુગંધીદાર જાયફળના ફાયદા

Sunday 01st September 2019 06:02 EDT
 
 

ગણપતિ દેવના ચુરમાના લાડુમાં જાયફળનું પ્રમાણ સારું એવું હોય છે. વાનગીઓમાં વિશેષ સોડમ વધારતા જાયફળના અનેક ગુણો છે.
જાયફળ વાયુ હરનાર, તનાવનાશક, પૌષ્ટિક, વેદનાશામક, ઉત્તેજક છે. તેના સેવનથી આમાશયમાં પાચક રસોની વૃદ્ધિ થતા ભૂખ વધે છે, તેમજ પાચન સુધરે છે. તેના વિવિધ ખનીજ, પોટેશિયમ, કેલ્શિયમ,આર્યન અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે જે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
• કરચલી દૂર કરે છેઃ ચહેરા પરની કરચલી દૂર કરવા માટે જાયફળના ભુક્કાને પાણી અથવા મધ સાથે ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ચહેરો સ્વચ્છ થાય છે. તેનાથી ચહેરા પરના ડાઘ પણ હળવા
થાય છે.
• જાતીય શક્તિ વધે છેઃ જાયફળને ઘસીને હુંફાળા દૂધમાં અઠવાડિયામાં ત્રણ દીવસ પીવાથી ફાયદો થાય છે. નપુંસકતા દૂર થાય છે.
• પેટમાં દુખાવોઃ પેટમાં થતા દુખાવાથી રાહત પામવા જાયફળના તેલના બે-ત્રણ ટીપાં સાકર સાથે ભેળવી ચાટવું.
• હેડકી તેમજ ઊલટીઃ જાયફળને ચોખાના ધોળમાં ઘસીને પીવડાવાથી હેડકી તેમજ ઊલટી શાંત થાય છે.
• સોજોઃ જાયફળના તેલમાં સરસવનું તેલ ભેળવી સાંધા પરના સોજો પર માલિશ કરવાથી ત્વચામાં ઉષ્ણતા આવે છે. પરસેવો નીકળે છે. સંધિવાના કારણે જકડાયેલા સાંધા ખુલી જઇને તકલીફ દૂર થાય છે. પરંતુ આ ફાયદો તાત્કાલિક નથી થતો. આ સારવારમાં દરદીએ બહુ ધીરજ રાખવી પડે છે.
• મુખદુર્ગંધઃ જાયફળનો ભુક્કો મુખમાં રાખવાથી મુખદુર્ગંધ દૂર થાય છે.
• દાંતની પીડાઃ જાયફળના તેલમાં ડુબાડેલી રૂનું પૂમડું દાંતમાં રાખવાથી પીડા શાંત થાય છે.
• નિદ્રા સારી આવે છેઃ અનિંદ્રાથી પીડાતા લોકો ગરમ દૂધમાં જાયફળ ભેળવી પીએ તો સારી ઊંઘ આવે છે. નિશ્ચિત માત્રા કરતા જાયફળનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાથી નુકસાનકારક સાબિત થાય છે.
• શરીર પુષ્ટ બનાવે છેઃ બે ગ્રામ જેટલો જાયફળનો ભુક્કોમાં તેટલી જ માત્રામાં મિશ્રી ભેળવી સવાર-સાંજ ખાવાથી શરીર પુષ્ટ બને છે.
• બ્રેન ટોનિકઃ રોમન અને ગ્રીકમાં જાયફળને એક બ્રેન ટોનિક તરીકે ઉપયોગમાં લેવામાં છે. જાયફળ થાક અને તાણ દૂર કરવા માટે પણ જાણીતું છે. તેના સેવનથી એકાગ્રતા વધે છે. તેજમ એલ્ઝાઇમર એટલે કે ભૂલવાની બીમારીની શક્યતા ઓછી થાય છે.
• અપચોઃ અપચાને દૂર કરવા માટે
ઉત્તમ છે. ડાયેરિયા, કબજિયાત, ઊબકા આવવાની તકલીફમાં જાયફળ ઘસીને આપવામાં આવે છે.


    comments powered by Disqus