રાજસ્થાનની અલ્ટ્રા રનર સૂફિયા ખાને ૨૧મીથી પોતાના રન ફોર હોપ મિશનની શરૂઆત કરી છે. સૂફિયા કાશ્મીરથી કન્યાકુમારી સુધી રનિંગ કરવાની છે. ૩૩ વર્ષની સૂફિયા ૧૦૦ દિવસ સુધી દોડશે. આ દરમિયાન તે ૪૦૩૫ કિમીનું અંતર કાપશે. સૂફિયા રોજ લગભગ ૫૦ કિમી દોડશે. આ રન પાંચ સેશનમાં હશે. તે દેશના ૨૨ શહેરોમાં જશે અને ત્યાંના લોકો સાથે મળીને તેમને ભાઈચારો, એકતા, શાંતિ અને સમાનતાનો સંદેશ આપશે. સૂફિયા કહે છે, જો મારું આ રન ફોર હોપ મિશન સફળ રહેશે તો મને લાગશે કે હું દેશના નાગરિકોમાં જે સંદેશો પહોંચાડવા માગતી હતી તે તેમના સુધી પહોંચશે. મારો પ્રયત્ન આ રન દરમિયાન દેશના લોકોમાં સકારાત્મકતાનો સંદેશ આપવાનો છે.

