દબંગ ખાનને વીડિયો ન ગમતાં બોડીગાર્ડે ફોન ખેંચી લીધો!

Wednesday 01st May 2019 07:16 EDT
 
 

સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ભારત’ના પ્રમોશન માટે તેમની ઈ-સાઈકલ પર યશરાજ સ્ટુડિયો જઈ રહ્યો હતો ત્યારે તાજેતરમાં તેને પત્રકાર સાથે ભારે વિવાદ થયો હતો. સલમાન જ્યારે સ્ટુડિયો જતો હતો ત્યારે શ્યામલાલ પાંડેએ તેમનો વીડિયો ઉતારવાનો શરૂ કર્યો હતો. શ્યામલાલે આ અંગે કહ્યું કે, તેમણે સલમાનને રસ્તા પર જોયા પછી બોડીગાર્ડ્સ પાસેથી પરવાનગી લઈને વીડિયો રેકોર્ડિંગની શરૂઆત કરી હતી. જો કે સલમાનને આ વીડિયો પસંદ ન આવતાં તેમના બોડીગાર્ડે ફોન ખેંચી લીધો હતો.
એક તરફ મીડિયાકર્મી શ્યામલાલનું કહેવું છે કે તેમણે બોડીગાર્ડ પાસેથી પરવાનગી લીધી હતી જ્યારે ત્યાં હાજર દર્શકે કીધું કે, સલમાન જ્યારે સાઈકલ પર જતો હતો ત્યારે શ્યામલાલ અને કોઈ અન્ય માણસ તેમની બાજુમાં ગાડી ચલાવવા લાગ્યા અને સલમાનનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. સલમાન ખાને તેમને ઈશારો કર્યો હતો કે વીડિયો બંધ કરે, પણ તેમણે એ કર્યું નહીં પછી સલમાનના બોડીગાર્ડ્સે વીડિયો એમને રોક્યા અને સલમાન તેમની પાસે આવ્યો અને ફોન ખેંચી લીધો અને બોડીગાર્ડને આપી દીધો હતો. જોકે એ પછી ફોન પાછો શ્યામલાલને આપી દેવાયો હતો.
જોકે શ્યામલાલે ડી એન નગર પોલીસ સ્ટેશનમાં સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને દબંગ ખાન વિરુદ્ધ એક્શન લેવાય તેવી માગ કરી હતી. બીજી તરફ આ ઘટનાને નજરે જોનાર કેટલાક સાક્ષીઓનું નિવેદન તાત્કાલિક લેવાયું હતું. જેને લઈને આગળ તપાસ કરાશે.


comments powered by Disqus