‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની રિમેકમાં દેખાશે પરિણીતી

Wednesday 01st May 2019 07:17 EDT
 
 

પરિણીતી ચોપડાને અમેરિકન ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેક માટે પસંદ કરવામાં આવી છે. પરિણીતી ચોપડાને અમેરિકન ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રીમેક માટે પસંદ કરવામાં આવી છે. હોલિવૂડની આ ફિલ્મ ૨૦૧૫માં આવેલી એ જ નામની પોલા હોકિન્સની બુક પરથી બનાવવામાં આવી હતી. આ એક સાઇકોલોજિકલ થ્રિલર છે. આ ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. અમિતાભ બચ્ચનની ‘તીન’ને ડિરેક્ટ કરનાર રિભુ દાસગુપ્તા આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફોટો શેર કરતાં પરિણીતીએ ટ્વિટ કર્યું હતું કે, હું આ થ્રિલિંગ રાઇડની સવારી કરવા જઈ રહી છું. ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની ઓફિશયલ હિન્દી રિમેકમાં કામ કરવા માટે ખૂબ જ આતુર છું.


comments powered by Disqus