કૈઝ નામની વોઈઝ ઓવર આર્ટિસ્ટ કમ્પ્યુટર જેવું બોલે છે! વીડિયો વાયરલ

Saturday 05th January 2019 05:54 EST
 
 

અમેરિકાના બાલ્ટિમોરમાં રહેતી કૈઝ નામની રેપર એપલના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સિરી જેવા અવાજ સાથે સાથે કમ્પ્યુટરની જેમ જ બોલી શકે છે. એરિન નામના એક માણસે કૈઝનો વીડિયો ટ્વિટ કર્યા પછી કૈઝનો વીડિયો સતત વાયરલ થઈ રહ્યો છે.
ટ્વિટમાં એરિને લખ્યું હતું કે, ‘હું સિરીના એક માનવસ્વરૂપને મળ્યો’ વીડિયોમાં કૈઝ સિરીના અવાજમાં એક નેવિગેશન જણાવી રહી છે. આ વીડિયો ટ્વિટ થયા બાદ ૨.૫ લાખથી પણ વધારે વખત રિટ્વિટ થઇ ચૂક્યો છે. કેટલાંક લોકોએ આ વીડિયોને ખોટો ગણાવતાં લખ્યું કે કૈઝ લિપ સિંક કરી રહી છે. જે બાદ કૈઝે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક અલગ વીડિયો પોસ્ટ કર્યો જેમાં કૈઝે લોકોને જવાબ આપ્યો અને પોતાના અવાજની કરામતની ખૂબી પણ દર્શાવી છે.
વીડિયોમાં તેણે કહ્યું કે, ‘મારું નામ કૈઝ છે. હું રેપર અને પ્રોડ્યુસર છું. કેટલાક લોકો મારા વીડિયોને ખોટો ગણાવી રહ્યા છે. તેમના માટે આ સાબિતી મૂકી છે.
અત્યારે મારી આજુબાજુ કોઇ નથી. એ વીડિયો બાદ કૈઝ સિરીના અવાજમાં કંઇક બોલે છે. તેનો આ વીડિયો પણ ૨૫ હજાર વખત રિટ્વિટ થયો છે.


comments powered by Disqus