એક તરફ બહેનો સુડોળ દેખાવા માટે તળેલો અને ઘીવાળો ખોરાક ખાવાનું ટાળતી હોય છે. તો બીજી તરફ, ઘરના વડીલોને આપણે એવું કહેતાં સાંભળીએ છીએ કે તેલથી શરીરમાં ચરબી વધતી હશે, પણ ઘી ખાવાથી ક્યારેય શરીર વધતું નથી. સાચું કોણ? વડીલો... તેનું કારણ છે કે ઘીમાં કેલેરીની સાથે શોર્ટ ચેન ફેટી એસિડ પણ હોય છે. જે પેટમાં રહેલા ભોજનને પાચનમાં મદદ કરે છે. ઘીમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ડી, મિનરલ, કેલ્શિયમ વગેરે જેવાં પોષકતત્ત્વો રહેલા છે.
• જે વ્યક્તિને કબજિયાત રહેતી હોય તે વ્યક્તિએ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી શુદ્ધ ઘી મિક્સ કરીને તે દૂધ પીવું જોઈએ. આથી ખોરાકનું યોગ્ય પાચન થશે અને કબજિયાત દૂર થશે. • શિયાળામાં ત્વચા શુષ્ક બનવાની સમસ્યા થવી સામાન્ય બાબત છે. શુષ્ક ત્વચાને કોમળ બનાવવા તમે ઘી લગાવી શકો છો. આ ઉપરાંત તમે હોઠ પર ઘી લગાવશો ત્યારે હોઠ ગુલાબી અને નરમ રહેશે. • ઘણી વખત હેડકી ઉપડે છે તો તે પાણી પીવાથી પણ અટકતી નથી. આ સમયે અડધી ચમચી ગાયનું ઘી પીવાથી તરત જ હેડકી બંધ થઈ જશે. • નાના બાળકોને ખાંસી અને કફ થયો હોય તો પીઠ પર ઘીની માલીશ કરવાથી છાતીમાં ભરાયેલો કફ નીકળી જશે. • પગમાં દુઃખાવો રહેતો હોય તો ઘીનું સેવન કરો. ઘી હાડકાંને મજબૂત બનાવે છે. • ઘીનું સેવન યાદશક્તિમાં વધારો કરે છે.

