શ્રીદેવી-બોની કપૂરની પુત્રી જ્હાનવી કપૂરની ફિલ્મ કરિયર રફતારથી આગળ વધી રહી છે. પહેલી ફિલ્મ ‘ધડક’ની સફળતા બાદ તે કરણ જોહરના ધર્મા પ્રોડકશનની બે ફિલ્મ ‘તખ્ત’ અને ગુંજન સકસેનાની બાયોપિકમાં જોવા મળશે. કારગીલ યુદ્ધની પહેલી ભારતીય મહિલા પાઇલોટ ગુંજન સકસેના પર આધારિત ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. ગુંજનનું શૌર્યચક્રથી સન્માન થયું હતું. ગુંજને ફક્ત દુશ્મનોનો સામનો જ નહોતો કર્યો પણ ઘાયલ સૈનિકોને કારગીલની હોસ્પિટલ સુધી પણ હેમખેમ પહોંચાડ્યા હતા. જ્હાનવીએ ટ્વિટર પર ગુંજન સકસેનાના પાઇલોટ લૂકનો ફોટો પણ શેર કર્યો છે.

