મેષ (અ,લ,ઇ)ઃ દ્વિધા અને પરેશાનીઓ અંત આવતાં વિધેયાત્મક માર્ગ તરફ જઈ શકશો. મહત્ત્વની તકો મળતાં વિકાસ જણાશે. આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. નાણાંકીય મૂંઝવણોના ઉપાય મળશે અને સ્વજનોની મદદોથી તમારી ચિંતા દૂર થાય. લાભના પ્રયત્નો કરશો તો સફળતા મળે, અવરોધને પાર કરી શકશો. નોકરિયાતોને બઢતી-પ્રગતિના પ્રશ્નો ગૂંચવાશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ ન થાય. નવું મકાન ખરીદવાના કે બદલવાના પ્રયત્ન સફળ થાય. દામ્પત્યજીવનમાં કલહ-કંકાશ સંયમ, કુનેહપૂર્વક અટકાવી શકશો.
વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધશે. લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહીં. નુકસાન-હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીના હાથ હેઠા પડે. વેપાર-ધંધા કે ઉદ્યોગના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય તમારા અગત્યના પ્રશ્નો હલ કરવા માટે સાનુકૂળ જણાય છે. માનસિક ઉત્સાહ વર્તાય. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ થઈ શકશે. ઉઘરાણીની લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત માટે આ સમય મિશ્ર ફળ આપનાર છે. વધુ પ્રયત્ને કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પણ પ્રોત્સાહક વાતારવણ જોવા મળશે. સંપત્તિ સંબંધિત પ્રશ્નો વધુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં.
કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં યોજનાઓને વેગ મળતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતા ઉત્સાહ વધશે. ખર્ચાઓ અને અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય વ્યવસ્થા થઈ શકશે. એકાદ લાભની આશા જણાશે. એકંદરે ચિંતાનો બોજ હળવો બનતો જણાય. નોકરિયાતને પરેશાની દૂર થતી જણાશે. નોકરીમાં બદલીના પ્રયત્નો સફળ થાય. સામાજિક પ્રસંગો સંદર્ભે મૂંઝવણભરી સ્થિતિ સર્જાય.
સિંહ (મ,ટ)ઃ આ સમયમાં કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થાય. સ્વસ્થતા કેળવવા તરફ ધ્યાન આપજો. નાણાંકીય દૃષ્ટિએ વિકટ પરિસ્થિતમાંથી માર્ગ કાઢી શકશો. તમે ધારો છો તે લાભ મળવામાં વિલંબ થાય. આવક સામે ખર્ચ પણ વધુ રહે તેથી નાણાંકીય ભીડનો અનુભવ થાય. નોકરી-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ સાકાર થશે. મકાન-સંપત્તિને લગતા કામકાજો માટે મુશ્કેલી વધુ જણાશે. ખોટા ખર્ચ વધતા જણાશે. જમીન-મકાનના પ્રયત્નો સફળ થાય નહીં.
કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં અણઉકેલ્યા પ્રશ્નોનો નિવેડો આવશે. નવીન તકો પણ પ્રાપ્ત થશે. નવી જવાબદારી પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. શેરસટ્ટામાં લાભ કરતાં વ્યય વધુ જણાશે. નવી જોબ મેળવવાના પ્રયાસ કરતાં હો તો તેમાં સફળતા મળે. સહકર્મચારી કે ઉપરી સાથે સંબંધો સાચવજો. જમીન-મકાન અંગેના કોઈ કામ અટક્યા હશે તો તે પતાવી શકશો. કુટુંબના કોઈ સ્વજનની માંદગી ચિંતા કરાવશે. મકાન-સંપત્તિ અને મિલકત અંગેના પ્રશ્નોનો ઉકેલ મળશે. ગૃહજીવનમાં આનંદ વર્તાય.
તુલા (ર,ત)ઃ મનોઉદ્વેગ ઉત્પન્ન કરે તેવા પ્રસંગો સર્જાય. માર્ગ આડે તકલીફો કે વિઘ્નો આવતા ચિંતા તીવ્ર બનતી જણાય. આર્થિક દૃષ્ટિએ આપની પરિસ્થિતિ એક સાંધતા તેર તૂટે તેવી જણાય. આવી પડેલા ખર્ચને પહોંચી વળશો. આવકનું પ્રમાણ વધે, પણ તે સંતોષકારક ન હોય. નોકરિયાતને બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના કામકાજોમાં પણ સફળતા મળે. કૌટુંબિક જીવનમાં ગેરસમજોના પ્રસંગો કુનેહપૂર્વક ઉકેલી શકશો. જીવનસાથીની તબિયત સાચવવી.
વૃશ્ચિક (ન,ય)ઃ કાલ્પનિક અને વ્યર્થ મુદ્દે ચિંતા કરીને માનસિક શાંતિ ગુમાવશો તેમ લાગે છે. શંકા કે તર્ક-વિતર્કોથી મન વધુ અસ્વસ્થ થશે. ગ્રહયોગ દર્શાવે છે કે આવકમાં વૃદ્ધિ કરવાના તમારા પ્રયત્નો સફળ થવામાં અંતરાયો આવશે. મહત્ત્વના કાર્ય માટે નાણાંકીય મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. કેટલાક વિશેષ ખર્ચાની જોગવાઈ કરી લેવી. નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ અને મદદકર્તા છે. તમારા હરીફ કે હિતશત્રુઓની કારી ફાવશે નહીં. નવા મકાનની શોધમાં હો તો એ સફળ થશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહમાં તમારી પ્રવૃત્તિઓનો વિકાસ થશે. સારા લાભની આશા રાખી શકશો. ઇચ્છાઓની પૂર્તિ માટે ભાગ્યદેવીનો સાથ મળતો જણાય. નાણાંકીય ચૂકવણી તેમજ અન્ય અગત્યના કામકાજ માટે સમય સાનુકૂળ જણાય છે. સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. તમારા મહત્ત્વના કામ કે ધંધા અંગેની નાણાંકીય મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ અને મદદકર્તા છે. હરીફ કે હિતશત્રુઓની કારી ફાવશે નહીં. નવું મકાન લેવાની ઇચ્છા પૂર્ણ થાય. દામ્પત્યજીવનમાં ચકમક સર્જાય.
મકર (ખ,જ)ઃ માનસિક સ્વસ્થતા સુધરવામાં ગ્રહયોગ સહાયરૂપ બને. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો નહિ. આ સમયમાં આવકવૃદ્ધિ થતાં કે કોઈ જૂનો લાભ મળતા સમય રાહત આપતો પુરવાર થાય. તમારા ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા છે. આયોજન અંગે જરૂરી નાણાં મેળવી શકશો. નોકરિયાતને સ્થિતિ હવે સુધરતી જણાય. વિરોધીઓ દુર થતાં લાગે. ઉપરી સાથે વિવાદ અટકાવજો. સહકર્મચારી સાથે ઘર્ષણનો પ્રસંગ ઊભો થાય. ધંધા-વેપારના ક્ષેત્રે શત્રુઓ ફાવે નહીં. જમીન-મકાનના કામકાજો કે સંપત્તિના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં હળવાશ અને મુક્તિનો આનંદ ભોગવી શકશો. જવાબદારીપૂર્ણ કાર્યમાં યશ-માન મળશે. આવકવૃદ્ધિની સામે હવે ચૂકવણી અને ખરીદીના ખર્ચ-વ્યય વધતાં બચત શક્ય બનશે નહીં. સમસ્યાઓનો ધીમે ધીમે ઉકેલ મળશે. નોકરીમાં પ્રગતિકારક વાતાવરણ સર્જાશે. પ્રતિકૂળતા અને સમસ્યાઓ દૂર થવાના સંજોગો આવે. મોટા કે અણધાર્યા લાભના યોગો જણાતા નથી. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. જીવનસાથીનો સહકાર મળી રહે. શત્રુની કારી ફાવે નહીં. અંગત આરોગ્ય સાચવજો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ વધુ પડતી જવાબદારીઓ અને કેટલીક ખોટી ચિંતાઓના કારણે માનસિક તાણનો અનુભવ થાય. ખોટા વાદવિવાદથી દૂર રહો. ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારા પ્રયાસ સફળ થતાં આર્થિક કામકાજો પાર પડતાં જણાય. બઢતી માટેની તકો કે વાતાવરણ ઊભું કરી શકશો. નોકરી અંગેના પ્રયાસ વધશે. વેપાર-ધંધાના ક્ષેત્રે હજુ ઠીક ઠીક સમય સમજવો. મકાન-સંપત્તિની ખરીદી-વેચાણના કામકાજો માટે સમયનો સાથ મળશે. કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન શોધીને શાંતિ સ્થાપી શકશો. પ્રિયજનથી મિલન-મુલાકાત વધે.
