ફિલ્મરિવ્યુઃ ‘સિમ્બા’

Thursday 03rd January 2019 08:29 EST
 
 

રોહિત શેટ્ટી અને કરણ જોહરની જોઈન્ટ વેન્ચર સમાન મસાલા ફિલ્મ ‘સિમ્બા’માં ડાન્સ, રોમાન્સ, કોમેડી, વન લાઇનર્સ કેચી ડાયલોગ અને ઇમોશન પણ છે. એકશન, ઇમોશન અને કોમેડીનો સંગમ ધરાવતી ‘સિમ્બા’ બોક્સઓફિસ પર પણ સુપરહિટ સાબિત થઈ રહી છે.
‘સિમ્બા’ સિંઘમની સ્પિન ઓફ જેવી છે અને તેલુગુ ફિલ્મ ‘ટેમ્પર’ની રિમેક છે. ‘સિમ્બા’નો પહેલો ભાગ રોલર કોસ્ટર જેવો છે. જેમાં કોમેડી વધુ છે. બીજા ભાગમાં કહાની બળાત્કારના એક કેસના ટ્રેક પર ચડે છે. નિર્ભયા કેસ સાથે ફિલ્મને જોડીને રોહિતે મેલોડ્રામેટિક બનાવી દીધી છે. ફિલ્મમાં અજય દેવગણની એન્ટ્રી સાથે ફિલ્મ વધુ ઉંચાકાય છે. રણવીર સિંહ ‘સિમ્બા’ના પાત્રને જીવી જાણે છે. સારાઅલી ખાન પોતાની હાજરીની નોંધ કરાવે છે. આ સિવાય સોનુ સુદ ખલનાયકીમાં જામે છે તો આશુતોષ રામાએ ઇમાદાર પોલીસ અધિકારી તરીકે જમાવટ કરે છે.
આ વર્ષની આખરી બિગબજેટ ફિલ્મ ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર રીલિઝ થયાના પહેલા દિવસેથી જ જોરદાર કમાણી શરૂ કરી છે. રીલિઝના પ્રથમ દિવસે જ આશરે રૂ. ૧૨ કરોડથી વધુનું કલેકશન મળ્યા પછી દિવસે ને દિવસે ‘સિમ્બા’ના કલેક્શનમાં વધારો
નોંધાયો છે.


comments powered by Disqus