વીતેલું વર્ષ ૨૦૧૮ઃ અમેરિકા-આફ્રિકા

Sunday 06th January 2019 06:13 EST
 
ભારતવંશી દિવ્યા સૂર્યદેવરા જનરલ મોટર્સના સીએફઓ
 

જાન્યુઆરી

• ભરુચના વેપારી સલીમ પટેલની આફ્રિકાના જેનિન શહેરમાં હત્યા
• ઉત્તર પૂર્વ અમેરિકામાં બરફનું તોફાનઃ ૨૩થી વધુ મોત

ફેબ્રુઆરી

• ફ્લોરિડાની સ્કૂલમાં ગોળીબારઃ ભારતીય શિક્ષિકા શાંતિ વિશ્વનાથને કોઠાસૂઝથી વિદ્યાર્થીઓનાં જીવ બચાવ્યાં
• અમેરિકન દંપતી કેતકી રક્ષિત શાહે ટેમ્પામાં મંદિર નિર્માણ માટે એક મિલિયન ડોલરનું દાન આપ્યું
• જ્યોર્જિયામાં રૂ. ૧૩૫ કરોડના ખર્ચે ઉમિયાધામ મંદિર બન્યું
• દક્ષિણ આફ્રિકામાં અજય અતુલ અને રાજેશ ગુપ્તાને ત્યાં દરોડાઃ બંધુઓની ધરપકડ
• સાઉથ આફ્રિકાના પ્રમુખ ઝેકબ ઝુમાનું રાજીનામુંઃ રામાફોસા અનુગામી બન્યા

માર્ચ

• ગુજરાતી ટેકનોક્રેટ કેવિત દેસાઈની કેન્યામાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
• બોકોહરામ આતંકીઓ દ્વારા ૭૬ વિદ્યાર્થિનીઓ મુક્ત
• ભારતીય રિયા પટેલની કેલિફોર્નિયામાં હત્યા

એપ્રિલ

• નેલ્સન મંડેલાનાં પૂર્વ પત્ની વિન્ની મંડેલાનું અવસાન
• નાઇજિરિયામાં બોકોહરામના હુમલામાં ૧૮નાં મોત
• કેનેડામાં બે શ્વેત યુવાનોએ શીખની પાઘડી ફાડીને હુમલો કર્યો

મે

• જોહાનિસબર્ગમાં એક ટકો ટેક્સ વધારાના કારણે તોફાનો ફાટી નીકળ્યા
• કેન્યામાં પૂર આવતાં ૨૦નાં મોત
• હરાજીમાં ટ્રમ્પની નગ્ન પ્રતિમાના રૂ. ૧૮ લાખ મળ્યા
• ભારતીય શ્રીનિવાસ કુચીભોતલાના હત્યારાને ૭૮ વર્ષની જેલ
• સાઉથ આફ્રિકામાં ઇન્ડિયન કંપનીઓનું ચાર અબજ ડોલરથી વધુનું રોકાણ
• કેન્યામાં ભારે વરસાદમાં બંધ તૂટી પડતાં ૪૧નાં મોત
• કોંગોમાં ઈબોલા વાયરસઃ ૧૭નાં મોત
• ન્યૂ યોર્ક પોલીસમાં પ્રથમ પાઘડીધારી શીખ મહિલાની ભરતી

જૂન

• ગ્વાટેમાલામાં જ્વાળામુખી ફાટતાં ૬૫થી વધુનાં મોત
• નૈરોબીમાં પ માળની ઈમારત ધસી પડતાં પ૦થી વધુનાં મૃત્યુ
• અમેરિકામાં પિતાના હત્યારા દીકરા વિશાલ શાહને ૨૫ વર્ષ જેલ
• અમેરિકામાં વડોદરાના વેપારી હરિકૃષ્ણ મિસ્ત્રીની ગોળી મારીને હત્યા
• નૈરોબી લેઉવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખ ભીમજીભાઈ રાઘવાણીનું નિધન
• નાઈજિરિયામાં બેવડા વિસ્ફોટમાં ૩૧નાં મોત
• જનરલ મોટર્સના સીએફઓ પદે ભારતવંશી આર્થિક નિષ્ણાત દિવ્યા સૂર્યદેવરાની નિમણૂક

(સંકલનઃ ખુશાલી દવે)


comments powered by Disqus