પથરી સમજીને સારવાર કરાવવા ગયેલી મહિલાએ ૩ બાળકોને જન્મ આપ્યો

Wednesday 02nd October 2019 08:31 EDT
 
 

અમેરિકાના દક્ષિણ ડકોટાની એક મહિલા ડેનેટ ગિલ્ટ્જે તાજેતરમાં ૩ બાળકને જન્મ આપ્યો છે પરંતુ આ બાળકોના જન્મની ખુશીથી વધુ આશ્ચર્યનો માહોલ હતો કેમ કે મહિલાનું કહેવું છે કે તેને પ્રેગ્નન્સી વિશે ખબર જ નહોતી. તેને એવું લાગ્યું કે તેને કિડની સ્ટોન (પથરી)ની સમસ્યા છે અને તે અંગે ચેકઅપ કરાવવા ગઇ ત્યારે પ્રેગ્નન્સીનો ખુલાસો થયો.
પ્રત્યેક બાળકનું વજન સરેરાશ ૧.૮ કિલો
સ્ટર્ગિસની ગિલ્ટ્જનું કહેવું છે કે તેને પહેલેથી જ બે બાળક હતા, પણ આ વખતે તેને પ્રેગ્નન્સીના ૩૪ અઠવાડિયે મતલબ કે બીજા શબ્દોમાં કહીએ તો લગભગ પૂરા મહિને ખબર પડી હતી કે તે ગર્ભવતી છે. તેને પ્રસવપીડા ઉપડી ત્યારે એવું લાગ્યું કે તેને થયું કે પથરીનો દુખાવો છે. તે ડોક્ટરને બતાવવા પહોંચી તેની થોડી મિનિટોમાં જ તેણે ૩ બાળકને જન્મ આપ્યો. પ્રત્યેક બાળકનું વજન સરેરાશ ૧.૮ કિલો છે. ગિલ્ટ્જના પતિ ઓસ્ટિને કહ્યું કે તે ખુશ છે કે કોઇ મોટી પરેશાની ન થઇ.


comments powered by Disqus