વિદ્યાનો લુક જોઈને શકુંતલાદેવીની દીકરીને મમ્મી યાદ આવી ગઈ

Friday 04th October 2019 08:43 EDT
 
 

એક્ટ્રેસ વિદ્યા બાલન પોતાના ચાહકો માટે હ્યુમન કમ્પ્યુટર શકુંતલાદેવીની બાયોપિક લઈને ટૂંક સમયમાં આવી રહી છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવી ચૂક્યો છે. જેમાં વિદ્યા અદ્દલ શકુંતલાદેવી જેવી જ લાગે છે. વિદ્યાનો લુક જોઈને શકુંતલાદેવીની પુત્રી ભાવુક થઈ ગઈ હતી. લંડનમાં રહેતી શકુંતલાદેવીની દીકરી અનુપમાએ ફિલ્મનો ફર્સ્ટ લુક જોઈને જોઈને ખૂબ જ ઉત્સાહથી વિદ્યાને જણાવ્યું હતું કે, તેમને જોઈને મને મારી માતાની યાદ આવી ગઈ. અહેવાલ પ્રમાણે અનુપમાએ કહ્યું કે, વિદ્યા બાલને મારી મમ્મીનો લુક સુંદર રીતે કેરી કર્યો છે. 


comments powered by Disqus