યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટનના સેન્ટર ફોર શિખ એન્ડ પંજાબી સ્ટડીઝ દ્વારા જાણીતા શીખ આંત્રપ્રિન્યોર લોર્ડ રેમીન્દર (રેમી) રેન્જર CBEના પ્રવચન અને પ્રશ્રોત્તરીનું આયોજન કરાયું છે. લોર્ડ રેન્જર ભારતમાં હોમલેસ રેફ્યુજીથી લઈને વિશ્વના જાણીતા આંત્રપ્રિન્યોર અને મલ્ટિ મિલિયન પાઉન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપની સન માર્ક લિ.ના સીઈઓ સુધીની પોતાની બિઝનેસ સફરની વાત કરશે. તેમણે બ્રિટિશ અર્થતંત્રમાં આપેલા ઉત્કૃષ્ઠ યોગદાન બદલ પાંચ ક્વિન્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ મેળવ્યા હતા. લોર્ડ રેમી રેન્જરના પ્રવચનનો કાર્યક્રમ તા.૧૭.૧૦.૧૯ને ગુરુવારે સાંજે ૬ વાગે વુલ્વરહેમ્પટનમાં યુનિવર્સિટીના સિટી કેમ્પસમાં યોજાશે.