સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 02nd October 2019 07:26 EDT
 

 • કોર્બિનના પીઢ વિવેચક પર રિ-સિલેક્શન માટે દબાણ

પીઢ સાંસદ અને જેરેમી કોર્બિનના વિવેચક ડેમ માર્ગારેટ હોજ છેલ્લાં ૨૫ કરતાં વધુ વર્ષથી જે બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે તે બેઠક માટે તેમને રિ-સિલેક્શન સ્પર્ધામાં ઉતરવા માટે ફરજ પડાઈ રહી હોવાની બાબતે લેબરના સાંસદો અને એન્ટિસેમિટિઝમનો વિરોધ કરતા કેમ્પેનરોએ ઉગ્ર પ્રત્યાઘાત આપ્યા હતા.

                                                  • ત્રણ ભાઈઓ પર યુવકની હત્યાનો આરોપ

તાજેતરમાં વેસ્ટ લંડનમાં ૨૨ વર્ષીય યુવક ઓસ્યાલ્ડો કેરવાલોનું સ્ટેબિંગમાં મૃત્યુ થયું હતું. તેના સંદર્ભમાં ત્રણ ભાઈઓ, ઈલિંગના કમલજીત સોહલ (૨૨) તથા સાઉથોલના સુખમિન્દર સોહલ (૨૩) અને માઈકલ સોહલ (૨૭) પર હત્યાનો આરોપ મૂકાયો હતો. ૨૪ સપ્ટેમ્બરે ઈલિંગ કોમન પાસે કેરવાલો પર હુમલો કરાયો હતો.

કિશન ગણાત્રા QMA સાથે જોડાયા

PGIMની માલિકીના પરિણામસંબંધી યુનિટ QMAની બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં જોડાયા હતા. તેઓ લંડનમાં જ ફરજ બજાવશે. અગાઉ તેમણે ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ મર્સર સાથે કામ કર્યું હતું.

                                                 • વર્કરોની હિજરતથી બિઝનેસીસને ભારે નુક્સાન

ગયા વર્ષે ૧૦૦,૦૦૦ કરતાં વધુ બ્રિટિશર્સે ડિમેન્શિયાથી પીડાતા પોતાના સંબંધીની સારસંભાળ રાખવા માટે નોકરી છોડી દીધી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. વર્કરોની ઘટને લીધે બિઝનેસીસને ૩.૨ બિલિયન પાઉન્ડનું નુક્સાન ગયું હતું. અલ્ઝાઈમર્સ સોસાયટીએ ચેતવણી આપી હતી કે સોશિયલ કેર સિસ્ટમમાં સુધારાવધારા નહીં કરાય તો ૨૦૪૦ સુધીમાં આ આંકડો બમણો થઈ જશે.

                                            • વેક્સિનેશન ન કરાવનારા બાળકોને સ્કૂલમાં પ્રવેશ નહીં

રોગ પ્રતિકારક શક્તિના પ્રમાણમાં થઈ રહેલા ઘટાડા વિશે વ્યાપક ચિંતા વચ્ચે બાળકોએ વેક્સિનેશન નહીં કરાવ્યું હોય તો ક્લાસરૂમમાં તેમના પ્રવેશ પર મનાઈ ફરમાવાશે.

                                               • સૌથી વધુ ‘અલ્ટ્રા વેલ્ધી’ લોકો હોંગકોંગમાં

હોંગકોંગમાં તેની વસતિના પ્રમાણમાં સૌથી વધુ સંખ્યામાં અલ્ટ્રા વેલ્ધી એટલે કે ૩૦ મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા લોકો રહે છે. ૨૦૧૮માં વિશ્વભરમાં આવા ૨૬૫,૦૦૦ કરતાં વધુ લોકો હતા. તેમાંથી ૩૦ ટકા અમેરિકામાં વસે છે.

મહિલાઓેને ‘મદદરૂપ’ થવા બહુપત્નીત્વને પ્રોત્સાહન !

પાપ અને વ્યભિચારને ફેલાતો અટકાવવા રશિયાના મુસ્લિમ વડાઓએ પુરુષોને એક કરતાં વધુ પત્નીઓ કરવાની પરવાનગી આપવા અપીલ કરી હતી. મોસ્કોના મુફ્તિ ઈલ્દાર એલ્યાઉત્દિનોવે જણાવ્યું હતું કે રશિયામાં બહુપત્નીત્વ કાયદેસર છે. પરંતુ, તેને મુસ્લિમ પ્રાંતોમાં રિવાજ બનાવવાથી સામાજિક સમસ્યાઓને પહોંચી વળવામાં મદદ મળશે. બહુપત્નીત્વ શબ્દનો અર્થ વિસ્તૃત છે. જોકે, મહિલાઓને પણ એક કરતાં વધુ પતિ માટે પરવાનગી અપાવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ બહુપત્ની પ્રથાની તરફેણ કરી રહ્યા છે જેમાં માત્ર પુરુષોને એક કરતાં વધુ પત્ની રાખી શકે.

                                          • પ્રાઈવેટ ટ્યૂશન માટે ભારે ફી વસૂલતા સરકારી સ્કૂલોના ટીચરો

પરીક્ષાના રિઝલ્ટ સુધારવાના પ્રયાસમાં ઈંગ્લેન્ડની પ્રાઈવેટ ટ્યૂશન આપવા માટે સરકારી સ્કૂલોના ૮૦,૦૦૦ ટીચરો તેમના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલે છે. ટીચરો ટ્યૂશન માટે કલાક દીઠ ૨૫ પાઉન્ડ અને કેટલાંક વિસ્તારોમાં ૪૦ પાઉન્ડ લે છે. અભ્યાસ મુજબ ૨૦૦૫માં પાંચમાંથી એક વિદ્યાર્થીની સરખામણીમાં સેકન્ડરી સ્કૂલમાં ભણતા ચારમાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી એક્સ્ટ્રા મદદ લે છે.

સી-સેક્શન પછી નોર્મલ ડિલિવરી ખૂબ જોખમી

સિઝેરિયન સેક્શન કરાવ્યા પછી સર્જરીને બદલે બાળકને કુદરતી જન્મ અપાવવાનું માતા અને બાળક બન્ને માટે વધુ જોખમકારક રહેતું હોવાનું નવા અભ્યાસમાં જણાયું હતું. અગાઉ જે મહિલાને સી-સેક્શન થયું હોય અને તેને બીજું બાળક આવવાનું હોય તો તે મહિલા માટે ડિલિવરીના સૌથી સલામત ઉપાય વિશે ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં જણાયું હતું કે નેચરલ ડિલિવરીમાં બાળક મૃત અવસ્થામાં અથવા સેપ્સિસ સાથે જન્મે તેવી તકલીફોનું જોખમ વધી જાય છે.


comments powered by Disqus