અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અજુબા’ ઉપરાંત ‘તમસ’, ‘અંકુર’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘મંડી’ અને ‘જુનૂન’માં સંગીત આપી ચૂકેલા મ્યૂઝિક ડાયરેક્ટર વનરાજ ભાટિયાની આર્થિક પરિસ્થિતિ આજે ખૂબ જ ખરાબ છે. એક અહેવાલ પ્રમાણે વનરાજ હવે પૂરી રીતે તૂટી ગયા છે. તેમનું સ્વાસ્થ્ય પણ સાથ આપતું નથી અને મુંબઈમાં નેપિયન-સી રોડસ્થિત પોતાના મકાનમાં એકલા રહે છે. તેમને હરવાફરવામાં ઘૂંટણમાં બહુ દુખાવો થાય છે. એને કારણે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે મદદની જરૂર પડે છે. તેમને સંભળાય પણ ઓછું છે અને ભૂલી જવાની તકલીફ પણ ઊભી થઈ છે. હિન્દી સિનેમા ઉદ્યોગમાં તેમની મદદ માટે યોગ્ય પગલાં લેવાય તેવી વિનંતી પણ કરવામાં આવી રહી છે.