સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરના જન્મદિને અમિતાભ બચ્ચનનો ભાવુક વીડિયો

Wednesday 02nd October 2019 08:42 EDT
 
 

લતા મંગેશકરે ૨૮ સપ્ટેમ્બરે પોતાનો ૯૦મો જન્મદિવસ મનાવ્યો હતો. તેમનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯માં ઇંદોરમાં સંગીતકાર દિનાનાથ મંગેશકરને ઘરે થયો હતો. આ પ્રસંગે લતાદીદી પર તેમના ચાહકો અને બોલિવૂડના સિતારાઓએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને તો એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો હતો. અમિતાભે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, લતા મંગેશકરજીની ૯૦મી વર્ષગાંઠે, મારા થોડા શબ્દો, થોડી ભાવનાઓ... આદર સહિત. વીડિયોની શરૂઆત અમિતાભે લતા મંગેશકરના ચરણ સ્પર્શ કરીને કરી હતી. તે વીડિયોમાં કહી રહ્યા છે કે, લતાજી જીવનમાં ઘણા એવા સંબંધો હોય છે જેનો  કોઇ હિસાબ નથી હોતો.


comments powered by Disqus