‘ગ્લિટ્ઝ ઈવેન્ટ્સ’ની સ્થાપક કરિશ્માનો સફળતાનો માર્ગ

Wednesday 02nd October 2019 07:21 EDT
 
 

હાલ ૨૧ વર્ષીય કરિશ્મા રાયચેદા જ્યારે ૧૮ વર્ષની હતી અને ડેમનફોર્ટ યુનિવર્સિટીમાં બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની ડિગ્રીનો અભ્યાસ કરતી હતી ત્યારે જ તેણે કોમ્યુનિટીને સંગઠિત કરવાના ઉદ્દેશ સાથે પોતાની કંપની ‘ગ્લિટ્ઝ ઈવેન્ટ્સ’ની સ્થાપના કરી હતી. કરિશ્માએ તાજેતરમાં જ હેરો આર્ટ્સ સેન્ટર ખાતે ડિમેન્શિયા યુકેના લાભાર્થે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર મુખ્તાર શાહ સાથે સ્પેશિયલ મ્યુઝિકલ કોન્સર્ટ ચેરિટી ઈવેન્ટ ‘ધ ગોલ્ડન હીટ્સ ઓફ રાજ કપૂર એન્ડ મુકેશ’નું આયોજન કર્યું હતું. કરિશ્માએ જણાવ્યું હતું,‘ હું માનું છે કે સમાજ ડિમેન્શિયા વિશે જોઈએ તેટલો માહિતગાર નથી અને આ વિષય પર વધારે ચર્ચા થતી નથી. મારા દાદીનું ડિમેન્શિયાનું લીધે મૃત્યુ થયું અને હું તે દુઃખદાયક સંજોગોથી વાકેફ છું તેથી મેં આ હેતુ માટે ફંડ એકત્ર કરવાનો નિર્ણય લીધો હતો.’


comments powered by Disqus