એબેપાર્કમાં લેસ્ટર હોળી કાર્યક્રમ યોજાયો

Wednesday 03rd April 2019 06:01 EDT
 
 

લેસ્ટરના એબે પાર્કમાં યોજાયેલી લેસ્ટર હોળીના કાર્યક્રમમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝશન (VYO) લેસ્ટર એ પણ ભાગ લીધો હતો. VYO એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ મંગળાચરણ સાથે લેસ્ટર હોળી સ્ટેજ પર્ફોર્મન્સીસનો પ્રારંભ કરાવ્યો હતો. લગભગ ૩,૦૦૦થી વધુ લોકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ તરીકે સીટી મેયર સર પીટર સોલ્સબરી, ક્વિનના પ્રતિનિધિ ડેપ્યુટી લેફ્ટનન્ટ રમણભાઈ બાર્બર, બેરોનેસ સંદીપ વર્મા અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus