જીવનશૈલીમાં સુધારાથી ડિમેન્શિયાનું પ્રમાણ ઘટ્યું

Wednesday 03rd April 2019 06:18 EDT
 

લડનઃ ડિમેન્શિયાના પ્રમાણમાં છેલ્લાં ૩૦ વર્ષમાં દર દાયકામાં ૧૫ ટકાના દરે ઘટાડો થયો હોવાનું સંશોધનમાં જણાયું હતું. ધૂમ્રપાનમાં ઘટાડા સહિત સ્વસ્થ જીવનશૈલી તરફના લોકોનાં વલણને લીધે આ ઘટાડો નોંધાયો હતો.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જીવનશૈલીમાં ફેરફાર થાય તો લોકોને ડિમેન્શિયા થવાની શક્યતામાં મહત્ત્વનો ફેર પડે છે. આ પરિણામ ડિમેન્શિયાને અટકાવવા પર વધુ ધ્યાન આપવા જણાવે છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપમાં ૧૯૮૮થી ૨૦૧૫ વચ્ચે હાથ ધરાયેલા સાત અભ્યાસમાં ૫૯,૨૩૦ લોકોએ ભાગ લીધો હતો, તેમાંથી ૫,૧૩૩ લોકોને ડિમેન્શિયા થયો હતો.


comments powered by Disqus