સંપ અને દિવ્ય સંબંધ રહે તેમાં બધાને ખૂબ આનંદ રહેઃ પૂ. મહંત સ્વામી

Wednesday 03rd April 2019 05:50 EDT
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. તા.૨૬ માર્ચથી તા.૨૮ માર્ચ સુધી મંદિર પરિસરમાં સંતશિબિર યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત રહેલા સંતોને પૂ. મહંત સ્વામીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ૨૯મીએ પૂ. મહંત સ્વામીએ પ્રાતઃપૂજા બાદ ગોંડલ વિસ્તારના ડોડિયાળા તેમજ હિંમતનગર વિસ્તારના તુવેર ગામના હરિમંદિરોની પુનઃપ્રતિષ્ઠા કરી હતી. કરી હતી. ત્યારબાદ પૂ. મહંત સ્વામીએ મંદિર પરિસરમાં આવેલા પ્રમુખ મંદિરના દર્શન કર્યા હતા. પૂ. મહંત સ્વામીએ સંધ્યા આરતી પણ ઉતારી હતી અને હરિભક્તોને દર્શન આપ્યા હતા. મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ તેનો લાભ લીધો હતો. ૩૧મીએ રવિસભા યોજાઈ હતી. સભા દરમિયાન પૂ. મહંત સ્વામીએ હરિકૃષ્ણ મહારાજની પૂજા કરી હતી. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું, ‘ સંપ અને દિવ્ય સંબંધ રહે તેમાં બધાને ખૂબ આનંદ રહે.’ ૧લી એપ્રિલે સમીપ દર્શન યોજાયા હતા. તેમાં સારંગપુર મંદિર નીચે આવતા ગામોના તેમજ દેશ-વિદેશમાંથી પધારેલા હરિભક્તોએ પૂ. મહંત સ્વામીના દર્શનનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બીએપીએસ સ્વામીનારાયણ વિદ્યા મંદિર, સારંગપુરના વિદ્યાર્થીઓેને પણ પૂ. મહંત સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. સારંગપુરમાં રોકાણ દરમિયાન પૂ. મહંત સ્વામીની નિત્ય પ્રાતઃપૂજાનો બહોળી સંખ્યામાં સંતો અને હરિભક્તો લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી મંદિર પરિસરમાં આવેલું ખીજડાનું વૃક્ષ, જૂનો કૂવો અને પૂ. પ્રમુખ સ્વામીની સમાધિની નિત્ય મુલાકાત લે છે. પૂ. મહંત સ્વામી ૧૪ એપ્રિલને રવિવાર સુધી સારંગપુર ખાતે રોકાણ કરશે.


comments powered by Disqus