‘જગ્ગા જાસૂસ’ ફેમ ડિરેક્ટર અનુરાગ બસુ તેમની નવી ફિલ્મ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘ઇમલી’ છે. અનુરાગે તેમની નવી ફિલ્મ માટે પહેલાં કંગના રણૌતને સાઈન કરી હોવાનું કહેવાઈ રહ્યું હતું, પરંતુ હવે સમાચાર છે કે દીપિકા પદુકોણે કંગનાને રિપ્લેસ કરી છે. આ ફિલ્મમાં હવે ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, આદિત્ય કપૂર પણ હશે. ફિલ્મના લીડ રોલમાં હવે દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન અને રાજકુમાર રાવ હોવાનું કહેવાય છે. કંગનાને આ ફિલ્મ વિશે પૂછતાં તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મના શિડ્યુલની તારીખોમાં તે અન્યત્રે વ્યસ્ત હોવાથી ફિલ્મ સાઈન કરી શકી નથી.













