બોલિવૂડ અને ક્રિકેટજગતમાં ચર્ચા છે કે એક ઓર સ્ટાર ક્રિકેટર-એક્ટ્રેસની જોડી વચ્ચે ઈલુ ઈલુ ચાલે છે. આ જોડીનું નામ જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેશ્વરન લેવાઈ રહ્યું છે. અહેવાલ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. કહેવાય છે કે જ્યારથી જસપ્રીતે અનુપમાને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું ત્યારથી આ જોડી જામી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
અનુપમાને આ બાબતે પુછતાં તેણે હસતાં હસતાં જણાવ્યુ હતું કે અમે બંને માત્ર સારા મિત્રો છીએ અને આવા સંબંધો સામાન્ય છે. અમુપમાએ ૨૦૧૫માં મલાયલમ ફિલ્મ ‘પ્રેમમ્’થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. આ બાદ તેણે ૨૦૧૬માં તેલેગુ ઉદ્યોગમાં ડેબ્યુ કર્યું. હાલ તે આસિટન્ટ ડાયરેકટર તરીકે એક પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહી છે. આ પહેલા જસપ્રીત બુમરાહનું નામ રાશિ ખન્ના સાથે જોડાયું હતું. બન્ને રિલેશનશિપમાં હોવાની વાતો થતી હતી. રાશિએ આ બાબતે એટલું જ કહ્યું હતું કે, બુમરાહ બહુ સારો ખેલાડી છે. આનાથી વધુ હું તેના વિશે કાંઇ જાણતી નથી.
આ પ્રથમ વખત નથી કે ક્રિકેટરોના નામ અભિનેત્રીઓ સાથે જોડાયા હોય. ભૂતકાળમાં પણ ઘણા ક્રિકેટરો અને અભિનેત્રીઓના ગાઢ
સંબંધો રહ્યા છે. જેમાંના અમુક લગ્નમાં પણ પરિણમ્યા છે.

