તલાક લેતા પહેલાં કોર્સ કરો

Friday 05th July 2019 06:45 EDT
 
 

ડેન્માર્ક સરકારે એક કાયદો બનાવ્યો છે જેના અંતર્ગત ૧૮ વર્ષની ઓછી ઉંમરનાં સંતાનોનાં માતાપિતાએ તલાક લેતાં પહેલા ૩૦ મિનિટનો ઓનલાઈન કોર્સ કરવો પડશે. ઓનલાઈન અથવા તો મોબાઈલ ફોન એપ પરના આ કોર્સમાં ત્રણ મહિનાના વેઇટિંગ પીરિયડ દરમિયાન યુગલ નાપાસ થાય તો તેઓ પતિ-પત્ની જ રહે છે એટલે કે તેમને છૂટાછેડા મળતા નથી. પહેલા અહીં ૬૦ ડોલર ઓનલાઈન ભરીને અઠવાડિયામાં તલાક મળી જતા હતા એટલે નાના નાના ઝઘડામાં ઉશ્કેરાટમાં કપલ તલાક લઈ લેતાં હતાં.


comments powered by Disqus