રંગરંગીલા દાદીમા ઇન્સ્ટાગ્રામ ક્વિન

Saturday 06th July 2019 06:44 EDT
 
 

હોલિવૂડની અભિનેત્રીઓને પણ પાછળ રાખી દે એટલી લોકપ્રિયતા ઇન્સ્ટાગ્રામ પર ધરાવતી ૯૦ વર્ષની આ દાદીમા ફેશન-જગતમાં એકદમ ફેમસ દાદી બની રહી છે. ઇન્સ્ટાગ્રામ પર બડી વિન્કલ નામનું અકાઉન્ટ ધરાવતી આ દાદીમાની ફોલોઅર્સ છે રિહાના, માઈલી સાયરસ અને ક્લોઇ કડર્શિયાં જેવી ફેમસ હસ્તીઓ. આમ તો દાદીનું સાચું નામ છે હેલન વાન રુથ વિન્કલ. તેના વોર્ડરોબમાં મિનિસ્કર્ટ્સ, સ્વિમ સૂટ, શિયર બોડીસૂટ અને કલરફુલ કપડાં તથા એક્સેસરીઝનો ભંડાર છે. સોશિયલ મીડિયા પર તેની પ્રેઝન્સ એટલી જોરદાર છે કે ફેશનજગતની હસ્તીઓ પણ તેને ફોલો કરે છે અને મોટી ઉંમરે કેવા ઠસ્સા સાથે જીવન જીવી શકાય એ શીખે છે. દાદીએ પાંચ વર્ષ પહેલાં જ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ ખોલ્યું છે અને હવે તો ૩.૮ મિલિયન ફોલોઅર્સ સાથે સતત ટ્રેન્ડમાં છે.


comments powered by Disqus