રણવીર સિંહની બોક્સ ઓફિસ સક્સેસઃ કુલ વાર્ષિક રૂ. ૮૦૦ કરોડ

Wednesday 03rd July 2019 06:53 EDT
 
 

રણવીર સિંહની ફિલ્મોએ બોક્સ-ઓફિસ પર એક વર્ષમાં રૂ. ૮૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. રણવીરની ત્રણ ફિલ્મો જેવી કે સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’, રોહિત શેટ્ટીની ‘સિમ્બા’ અને ઝોયા અખ્તરની ‘ગલી બોય’ આ ફિલ્મોએ મળીને બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવી છે. લોકો પણ તેની લોકપ્રિયતાથી અંજાયા છે અને તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. આ ત્રણેય ફિલ્મોને મળેલા બિઝનેસ પર પોતાની ફિલ્મનો ડાયલોગ બોલતાં રણવીરે કહ્યું હતું કે ‘સિમ્બા’નો એક ડાયલોગ છે કે હું પૈસાનો નહીં, પરંતુ પ્રેમનો ભૂખ્યો છું. હું આ ફિલ્મોના પ્રોડ્યુસરો માટે ખુશ છું કે તેમને આ ફિલ્મો દ્વારા સારો એવો પ્રોફિટ મળ્યો. આ સાથે જ તેમણે મારામાં વિશ્વાસ રાખીને મને સપોર્ટ કર્યો. આ બધા મને ફિલ્મોમાં લઈને ચાન્સ લઈ રહ્યાં છે. હું સાથે જ એ વાતથી પણ ખુશ છું કે મારા તરફથી નાનકડું યોગદાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આપી રહ્યો છું. મને ફિલ્મો અને અમારી આ ઇન્ડસ્ટ્રી પસંદ છે. હું ઇન્ડસ્ટ્રીનો લીડર બનવાનું પસંદ કરીશ. હું ઇન્ડસ્ટ્રીનો ચેમ્પિયન બનવા માગું છું. હું ચાહું છું કે હિન્દી સિનેમા, હિન્દી ફિલ્મોનો બિઝનેસ ખૂબ વિકાસ પામે અને એ વિશાળ બને. હું ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપવા માગું છું, કારણ કે આ મારી પણ ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને મારું પેટ પાળું છું. હું પણ મારી ફેમિલીને સંભાળું છું. આ મારી રોજીરોટી છે અને મારા જેટલા પણ મિત્રો છે તેઓ પણ આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. મારી ઇચ્છા છે કે તેઓ પણ પ્રગતિ કરે.


comments powered by Disqus