આગામી ૧૩થી ૨૧ જુલાઈ દરમિયાન સ્વામીનારાયણ મંદિર વિલ્સડન ખાતે ૪૪મા પાટોત્સવ, હરિકૃષ્ણ મહોત્સવ તથા રીજનરેશન પ્રોજેક્ટના લોકાર્પણનું ભવ્ય આયોજન કરાયું છે. આ મહોત્સવમાં શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભૂજ સ્વામીનારાયણ મંદિરના સ્વામી ધર્મનંદનદાસજી ઉપરાંત અમદાવાદ અને ભૂજથી આશરે ૫૦ સંતો હાજરી આપશે. તા.૧૩થી તા.૨૧ દરમિયાન સવારે ભક્ત ચિંતામણી અને સાંજે હનુમાન ચાલીસા નવાહ પારાયણની કથા થશે. તા.૧૩થી ૨૧ સવારે અને સાંજે કથા બાદ પ્રસાદ ભોજનની વ્યવસ્થા છે. ૩૦૦ કારની વધારાના પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.
કાર્યક્રમની વિગત - તા.૧૨ પોથીયાત્રા, ઉદઘાટન સમારોહ અને પૂ. ૧૦૦૮ આચાર્ય. મહારાજનું સ્વાગત - તા.૧૩ શનિવાર સવારે ૯થી ૧૧ કથા, દીપ પ્રાગ્ટ્ય, રિજનરેશન પ્રોજેક્ટ ઓપનીંગ સેરીમની, સાંજે ૫થી ૮ કથા, ભજન, સીડી લોંચ અને લાઈવ કાર્યક્રમ – તા.૧૪ રવિવાર સવારે ૯થી૧૦ કથા, સાંજે ૫થી ૮ સ્વામીનારાયણ મેલા, સાંજે ૮થી ૮.૩૦ હરિકૃષ્ણ મહારાજ આગમન સેરીમની - તા.૧૫ સોમવાર સવારે ૯થી ૧૧ કથા, સાંજે ૪થી ૬ રાજુપચાર, સાંજે ૬થી ૮ કથા - તા.૧૬ મંગળવાર સવારે ૭થી૮ ઘનશ્યામ મહારાજ અભિષેક, સવારે ૯થી ૧૧ કથા, સાંજે ૬થી ૮ કથા - તા.૧૭ બુધવાર સવારે ૯થી ૧૧ કથા, સાંજે ૬થી ૮ કથા, સાંજે ૮થી ૧૦ પુરુષો દ્વારા સંગીત નાટીકા - તા.૧૮ ગુરુવાર સવારે ૯થી ૧૧ કથા પૂ. ગાદીવાળા, પૂ. રાજા અને પૂ. લાલજી મહારાજનું સ્વાગત, સાંજે ૬થી ૮ કથા, રાત્રે ૮થી ૧૦ મહિલાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ, તા.૧૯ સવારે ૯થી ૧૧ કથા, સાંજે ૬થી ૮ કથા, રાત્રે ૮થી ૧૦ મહા રાસ ઉત્સવ – તા.૨૦ શનિવાર સવારે ૯થી ૧૧ કથા, સવારે ૧૧થી બપોરે ૩ ગૌ માતા પૂજન – તા. ૨૧ રવિવાર સવારે ૯થી ૧૧ કથા, સવારે ૧૧થી બપોરે ૧ આભારવિધિ અને સમાપન સમારોહ.

