• સ્ટેનમોર સ્વામીનારાયણ મંદિર દ્વારા તા.૭.૭.૧૯ને રવિવારે રથયાત્રાનું આયોજન કરાયું છે. સવારે ૧૧ વાગે આરતી પછી બપોરે ૧૨ વાગે રથયાત્રાનો પ્રારંભ કેન્ટન સ્વામીનારાયણ મંદિરથી થશે. આ રથયાત્રા કેન્ટન રોડ, હનીપોટ લેન, માર્શ લેન, સ્ટેનમોર હીલ થઈને બપોરે ૩.૩૦ વાગે સ્ટેનમોર મંદિરે પહોંચશે. પૂજા, આરતી અને ધૂન પછી મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. રથયાત્રાના રૂટ ઉપર હજારો હિંદુ લોકો રથયાત્રામાં સામેલ થશે. વધુ વિગત માટે સંપર્ક. 020 8954 0205
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE સંસ્થા ખાતેના ક્રાર્યક્રમો - રવિવાર તા.૭.૭.૧૯ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન સત્સંગ - તા. ૧૩.૭.૧૯ સાંજે ૫.૩૦થી ૮ ગુરુ પૂજાની ઉજવણી, જેમાં લઘુ નાટિકા, ગીતો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ, બાદમાં પ્રસાદમ - સંસ્થામાં દર મંગળવારે સાંજે ૭.૩૦થી ૯.૩૦ અને શનિવારે બપોરે ૧.૩૦થી ૩.૩૦ દરમિયાન સંસ્કૃત ભાષાના ક્લાસ – દર બુધવારે સાંજે ૭.૩૦થી ૯.૩૦ ખાસ ‘શ્રીમદ ભાગવત’ના અભ્યાસના ક્લાસ. સંપર્ક. 020 8553 5471
• રાધાકૃષ્ણ ટેમ્પલ - શ્યામા આશ્રમ, ૩૩ બાલમ હાઈ રોડ, બાલમ, લંડન SW12 9AL ખાતે ગુરુવાર તા.૪.૭.૧૯થી શનિવાર તા.૬.૭.૧૯ બપોરે ૧થી૪ દરમિયાન કથાકાર ભગવત આચાર્ય મથુરાવાસી રાજુભાઈ શાસ્ત્રીની વાણીમાં ‘કૃષ્ણ કથા’નું આયોજન કરાયું છે. શનિવાર ૬.૭.૧૯ કથા પછી આરતી અને મહાપ્રસાદ. સૌ ધર્મપ્રેમી જનોને ભાવભર્યું આમંત્રણ. સંપર્ક. 020 8675 3831
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૦૭.૦૭.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર પીસુભાઈ શેરવાણી છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૦૬.૦૭.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૦૭.૦૭.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા.૧૧.૭.૨૦૧૯ બપોરે ૧૨થી ૩ દરમિયાન ભજન અને સત્સંગનું વિશ્વ હિંદુ પરિષદ ૧૦, થોર્નટન રો, થોર્નટન હિથ, CR7 6JN ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07404 564 196
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000
• ઓશવાળ સેન્ટર, કૂપર્સલેન રોડ, પોટર્સબાર EN6 4DG ખાતે તા.૧૦.૦૭.૨૦૧૯ને બુધવારે સાંજે ૭.૩૦ થી ૧૦ દરમિયાન જાણીતા હોલીવુડ કલાકાર કિરન શાહ ‘એક્ટીંગ, સ્ટંટ્સ અને પર્ફોમીંગ’ વિષય પર પોતાના અનુભવોની લ્હાણ કરશે. પ્રવેશ વિના મૂલ્યે છે. સૌ કોઇને આ લાભ લેવા આમંત્રણ. યુથ કલ્ચર, પ્રોફેશનલ ડેવલપમેન્ટ , મેમ્બરશીપ સર્વિસ સબ કમિટીના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે જુઓ વેબસાઇટ www.oshwal.org.uk
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના જૂલાઈ – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૬ સાંજે ૬.૩૦ ડાન્સિંગ નિકીતા કંપની - સમર પ્રોડક્શન ૨૦૧૯ - તા.૭ બપોરે ૪થી સાંજે ૭ ટાગોરિયન્સ પ્રસ્તુત – ગુરુદેવ અને મહાત્મા – તા.૧૨ સાંજે ૭.૩૦થી ૯.૩૦ સ્વપ્નોકલ્પા દાસગુપ્તાનું ઓડિશી નૃત્ય – તા.૧૩ સાંજે ૬.૩૦થી ૯ લંડન સમર ફેસ્ટીવલમાં એન ઈવનિંગ વીથ ફોક બેન્ડ દોહર. સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના જૂલાઈ -૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૮ સાંજે ૬.૩૦ સૌમ્યેન અધિકારી દ્વારા ગીતો ‘ટ્રિબ્યુટ ટુ હેમંત કુમાર એન્ડ ઉત્તમ કુમાર’ - તા.૧૨ સાંજે ૬.૩૦ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ, યુકે દ્વારા ‘યુકે - ઈન્ડિયા રિલેશન્સ ઈન ધ પોસ્ટ બ્રેક્ઝિટ એરા’ વિષય પર સેમીનાર - સંપર્ક. 020 7491 3567
