સલમાન ખાનને બિગ બોસ-૧૩ હોસ્ટ કરવા મળશે રૂ. ૪૦૩ કરોડ

Wednesday 03rd July 2019 06:54 EDT
 
 

લોકપ્રિય રિયાલિટી શો ‘બિગબોસ’ની ૧૩મી સિઝનને હોસ્ટ કરવા સલમાન ખાનને રૂ. ૪૦૩ કરોડ મળવાના હોવાની જાણકારી મળી છે. ગયા વર્ષ કરતાં તેને આશરે રૂ. ૧૦૦ કરોડ વધારે મળવાના છે. છેલ્લાં નવ વર્ષથી સલમાન ખાન ‘બિગબોસ’ને હોસ્ટ કરે છે અને દર વર્ષ તેની ફીમાં અઢળક વધારો થતો રહ્યો છે. ‘બિગબોસ’નો શો ૧૩ અઠવાડિયા ચાલે છે.  એમાં દર વીક-એન્ડમાં બે એપિસોડમાં સલમાન ખાન હોસ્ટ તરીકે હાજર રહે છે. કુલ ૨૬ એપિસોડમાં આવે છે. આ માટે એપિસોડ દીઠ રૂ. ૧૫.૫ કરોડ અને દર વીક-એન્ડ દીઠ રૂ. ૩૧ કરોડ મળશે. ચર્ચા છે કે ‘બિગબોસ’ની લોકપ્રિયમાં સલમાન ખાની મોટો ફાળો છે. સિઝન ચારમાં તેણે હોસ્ટ તરીકેની કામગીરી સંભાળી હતી અને એ સમયે ચોથીથી છઠ્ઠી સિઝન સુધી તેણે એપિસોડ દીઠ રૂ. ૨.૫ કરોડ ચાર્જ કર્યો હતો. ત્યાર બાદ સાતમી સિઝનમાં તેણે ફી બમણી કરી હતી. આઠમી સિઝનમાં તેણે એપિસોડ દીઠ રૂ. ૫.૫ કરોડનો ચાર્જ કર્યો હતો. નવમી સિઝનમાં રૂ. ૭થી ૮ કરોડ અને ૧૯મી સિઝનમાં તેણે રૂ. ૯ કરોડ લીધા હતા.


comments powered by Disqus