જૈન નેટવર્ક તરફથી સફળ ક્રિસમસ લંચ

Wednesday 04th December 2019 05:02 EST
 
 

જૈન નેટવર્ક તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસ લંચનું આયોજન રવિવાર તા.૧ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ સવારના ૧૧ થી ૨ કરવામાં આવ્યું હતું અને એ નિમિત્તે સ્થાનિક કોલીન્ડલ ફુડ બેન્ક માટે ફુડ પાર્સલ કરૂણા પ્રેમીઓ અને શુભેચ્છકો તરફથી મળેલ ભેટ એકત્ર કરી સાદર કરવામાં આવી હતી. આ સાથે NHSના ઓરગન ડોનેશન પ્રોજેક્ટનું પ્રમોશન પ્રફુલ્લાબેને કર્યું. નાના ભૂલકાંઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી સૌના મન મોહી લીધા. અલ્પાબેન કોઠારીએ ક્રિસમસ ગીતો ગવડાવી વાતાવરણને સુમધુર બનાવ્યું. ક્રિસમસનો પ્રેમ, માનવતા, એકતા અને મૈત્રીભર્યો સંદેશ હોલમાં ગૂંજી ઉઠ્યો.

આ પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર શ્રી નીતિન પારેખ અને બારનેટના ડેપ્યુટી મેયર કાઉન્સિલર શ્રી લછય બહાદૂર ગુરૂંગે હાજર રહી પ્રાસંગિક પ્રવચન કરતાં સૌને ક્રિસમસ તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ક્રિસમસ ફાધરની ભૂમિકા શ્રી વિજયભાઇ શેઠે અદા કરી બાળકોનું મનોરંજન કરાવી ભેટ સાદર કરી હતી. નેટવર્કના ચેરમેન ડો.નટુભાઇ શાહે નવા સેન્ટરમાં થઇ રહેલ કામકાજની ઝલક રજુ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રફુલ્લાબેન શાહે કર્યું હતું. આભારવિધિ સેક્રેટરી શ્રી શશીભાઇ શાહે કરી. છેલ્લે ગરમાગરમ શાકાહારી લંચ લઇ સૌએ વિદાય લીધી.


comments powered by Disqus